30 વર્ષ બાદ નજીક આવશે મંગળ, શુક્ર અને શનિ, ચમકી જશે ત્રણ જાતકોનું ભાગ્ય
વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય-સમય પર ત્રિગ્રહી અને ચતુર્ગ્રહી યોગનું નિર્માણ કરે છે. જેનો પ્રભાવ માનવ જીવન અને પૃથ્વી પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે 15 માર્ચે કુંભ રાશિમાં શનિ, મંગળ અને શુક્રનો સંયોગ બનવા જઈ રહ્યો છે. કારણ કે અત્યારે કર્મફળ દાતા શનિ દેવ કુંભ રાશિમાં ભ્રમણ કરી રહ્યાં છે. સાથે 15 માર્ચે કુંભમાં મંગળ અને 7 માર્ચે શુક્ર ગ્રહ કુંભમાં પ્રવેશ કરશે. જેનાથી કુંભમાં ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ત્રિગ્રહી યોગથી ત્રણ રાશિના જાતકોને ફાયદો થવાનો છે. જાણો આ રાશિઓ વિશે..
તમારા માટે શનિ, મંગળ અને શુક્ર ગ્રહનો સંયોગ લાભદાયક રહી શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના લગ્ન ભાવમાં બનવાનો છે. તેથી આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ સાથે આર્થિક જીવનની વાત કરીએ તો તમને તમારી મહેનતનું ફળ મળશે. આ સમયે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમને તમારા જીવનસાથીનો સાથ મળશે. આ સમયમાં તમારી આવકમાં વધારો થશે. જે લોકો કુંવારા છે તેને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.
શનિ, મંગળ અને શુક્રની યુતિ તમારા માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. કારણ કે આ યુતિ તમારા આવક અને લાભ સ્થાન પર બની રહી છે. તેથી આ સમયે તમારી આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સમયમાં તમને રોકાણથી લાભ થશે. આ દરમિયાન તમે બચત પણ કરી શકશો. નોકરી કરનાર જાતકોને રોકાણ દ્વારા સારો લાભ મળશે. જો તમે શેર બજારમાં કે રોકાણ કરવા ઈચ્છો છો તો કરી શકો છો. નવું કાર્ય શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે.
તમારા લોકો માટે શનિ, મંગળ અને શુક્રનો સંયોગ લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ સંયોગ તમારી રાશિના કર્મભાવ પર બનવા જઈ રહ્યો છે. બેરોજગાર લોકોને આ સમયમાં નોકરી મળી શકે છે. નોકરી કરતા જાતકોને કાર્યસ્થળ પર પોતાના સહકર્મીઓનો સહયોગ મળશે. આર્થિક દ્રષ્ટિએ આ ગોચર તમારા માટે શુભ રહેવાનું છે. પિતા સાથે તમારા સંબંધ સારા રહેશે. આ સમયમાં કારોબારીઓને ધનલાભ થઈ શકે છે.