Shani Margi 2023: 4 નવેમ્બરથી શનિ દેવ આ જાતકોને આપશે રાજા જેવું જીવન, ધન-સંપત્તિનો લાભ
આ સમયે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં વક્રી ચાલ ચાલી રહ્યાં છે અને 4 નવેમ્બર 2023ના માર્ગી થશે. 30 વર્ષ બાદ એવો સંયોગ બની રહ્યો છે જ્યારે શનિ કુંભ રાશિમાં છે અને ઉલ્ટી ચાલ ચાલી રહ્યાં છે. નવેમ્બરમાં શનિની ચાલમાં ફેરફાર કેટલાક લોકો માટે શુભ રહેશે.
વૃષભ રાશિને 4 નવેમ્બરે શનિની ચાલમાં ફેરફાર મોટો લાભ આપશે. આ લોકોને ખુબ ધનલાભ થશે. નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો થશે. વેપાર સારો ચાલશે. કાર્યક્ષેત્રમાં તમારી પદ-પ્રતિષ્ઠા વધશે.
માર્ગી શનિ સિંહ રાશિના જાતકોને આર્થિક મજબૂતી આપશે. તમારા અટવાયેલા નાણા પરત મળી શકે છે. તમારૂ પારિવારિક અને લગ્ન જીવન સુખમય રહેશે. ધનલાભ થશે. કોઈ કામ પૂરુ થવાથી તમે ખુશ રહેશો.
મકર રાશિના જાતકો શનિની સીધી ચાલ જબરદસ્ત લાભ કરાવશે. તમને કમાણીની નવી તક પ્રાપ્ત થશે અને તેનો લાભ મળશે. જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓનો અંત થશે.
શનિ કુંભ રાશિમાં વક્રી છે અને 4 નવેમ્બરથી માર્ગી થશે. કુંભ રાશિના જાતકોને શનિની સીધી ચાલ વિશેષ લાભ આપશે. આ લોકોનો આત્મવિશ્વાસ વધશે. નોકરીમાં પ્રગતિ અને વેપારમાં નફો વધશે. જીવનમાં ભૌતિક સુખ વધશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)