24 કલાકમાં મોટો ધડાકો કરશે શનિ, કઈ રાશિવાળાને ધનના ઢગલે બેસાડશે અને કોની જિંદગી બરબાદ કરશે? ખાસ જાણો

Sat, 17 Aug 2024-8:29 am,

જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને વિશેષ સ્થાન પ્રાપ્ત છે. શનિદેવને ન્યાયના દેવતા તરીકે પણ ઓળખવામાં આવે છે. શનિના અશુભ પ્રભાવોથી લોકો ભયભીત રહેતા હોય છે. કુંડળીમાં શનિની સ્થિતિ અશુભ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે શુભ હોય તો જીવન સુખમય રહે છે. હાલ શનિદેવ શતભિષા નક્ષત્રમાં છે. શનિની સાડાસાતી અને ઢૈય્યાવાળા પર આ નક્ષત્ર પરિવર્તનનો સૌથી વધુ પ્રભાવ પડશે. હાલ કર્ક, વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે જ્યારે મકર, કુંભ અને મીન રાશિ પર શનિની સાડા સાતી ચાલે છે. જાણો કોને ફાયદો  થશે તો કોને સાવધાની વર્તવી પડશે. 

શનિ નક્ષત્ર પરિવર્તન કરશે અને આ સાથે જ પોતાના શત્રુ ગ્રહ સૂર્ય સામે આવીને સમસપ્તક યોગ પણ બનાવશે. સૂર્ય 16 ઓગસ્ટના રોજ સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરી લીધો છે. જેનાથી સૂર્ય અને શનિ આમને સામને આવીને આ યોગ બનાવી રહ્યા છે. જેનો સારો ખરાબ પ્રભાવ પણ આ રાશિઓ પર જોવા મળશે.   

વૃષભ રાશિ: વૃષભ રાશિવાળાને કાર્યસ્થળ પર પદોન્નતિની સારી તકો મળશે અને તેનાથી તમારી પ્રોફાઈલ મજબૂત થશે. નવી નોકરીના પ્રસ્તાવ પણ તમને મળી શકે છે. આ મહિને વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે આશાજનક સમય રહેશે. વેપારમાં પ્રતિસ્પર્ધા તમને તાકાત આપશે. ભાઈ બહેન વચ્ચે કોઈ ગેરસમજ હશે તો સમાધાન થશે. 

મિથુન રાશિ: તમારે કરિયરમાં ખુબ મહેનત કરવી પડશે અને તેનું પૂરતું ફળ મળશે. ઈમાનદારીના રસ્તે ચાલીને તમને મોટી સફળતા મળશે. તમારે એવા લોકોથી સાવધાન રહેવું પડશે તે તમારી ઈર્ષા કરે છે. તમારો વ્યવસાય ખુબ પ્રગતિ કરશે અને નવા વ્યવસાય આવકના દ્વાર ખોલશે. અટવાયેલું ધન મળશે. પરિવારના સભ્યો સાથે વધુ સમય વીતાવો. 

કન્યા રાશિ: સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ છે. તેમને વધારાની જવાબદારી મળી શકે છે. સાથે પદોન્નતિ થઈ શકે છે. વ્યવસાયમાં નવા નવા આયામ શોધશો અને નવા ક્ષેત્રોમાં વિવિધતા લાવી શકો છો. વિદ્યાર્થીઓ વધુ જ્ઞાન મેળવશે અને ટીમવર્કથી ફાયદો થશે. તમારું પ્રેમ જીવન સુખદ રહેશે અને કેટલાક લોકો લગ્નના તાતણે પણ બંધાઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. 

વૃશ્ચિક રાશિ: નોકરીયાતો માટે સ્થાન પરિવર્તન કે બદલીના યોગ બની રહ્યા છે. નોકરીની નવી નવી તકો ઊભી થશે. કેટલાક લોકો પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે અને નવી દિશામાં વેપારનો વિસ્તાર કરી શકે છે. શેરોમાં કરાયેલા રોકાણથી ભરપૂર ફાયદો થશે. કોર્ટ કચેરીના કેસોમાં રાહત મળશે. પરિવારના સભ્યોનો સહયોગ મળશે. સ્વાસ્થ્યમાં પડકારો આવી શકે છે. 

મેષ રાશિ: શનિનું નક્ષત્ર પરિવર્તન અને સમસપ્તક યોગ મેષ રાશિવાળાના જીવનમાં ઉથલપાથલ મચાવી શકે છે. આ લોકોને ભારે ધનહાનિ થઈ શકે છે. કરજ લેવાની નોબત આવી શકે છે. રોકાણથી બચો. નિર્ણય સમજી વિચારીને કરો. ઈજાની આશંકા છે. 

કર્ક રાશિ: શનિની સ્થિતિમાં ફેરફાર કર્ક રાશિવાળા માટે સારો  કહી શકાય નહીં. લડાઈ ઝઘડા, વિવાદમાં ફસાઈ શકો છો. સારું એ જ રહેશે કે તમારા કામથી કામ રાખો અને નિર્ણય લેતી વખતે સાવધાની વર્તો. 

કુંભ રાશિ: શનિ સ્વરાશિ કુંભમાં છે અને નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે. આ સ્થિતિઓ કુંભ રાશિવાળા માટે મિક્સ રહેશે. પરંતુ તણાવ કે બીમારી  પરેશાન કરશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ખર્ચાથી બજેટ બગડશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link