Shani Vakri 2024: શનિની બદલાયેલી ચાલ કરશે બેહાલ, 15 નવેમ્બર 2024 સુધીનો સમય 3 રાશિઓ માટે અત્યંત ખરાબ
શનિ કર્મ અનુસાર ફળ આપનાર દેવ છે. જ્યારે તે વક્રી થાય છે તો તેની માઠી અસર વધી જાય છે. 15 નવેમ્બર 2024 સુધી વક્રી રહેશે ત્યાર પછી માર્ગી થશે. એટલે કે શનિ સીધી ચાલ ચાલશે. ત્યાં સુધી 3 રાશીના લોકોને અનેક કષ્ટ સહન કરવા પડી શકે છે.
શનિ સંબંધિત કષ્ટ જ્યારે જીવનમાં વધે છે તો આર્થિક તંગી અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ દ્રષ્ટિએ ત્રણ રાશિના લોકો એ વધારે સતર્ક રહેવું પડશે.
શનિની વક્રી ચાલ મકર રાશીના લોકોના જીવન પર નકારાત્મક અસર કરી રહી છે. આ રાશિના લોકો પર નવેમ્બર સુધી જવાબદારીઓનું ભારણ વધશે. ભાગ્ય પણ સાથ નહીં આપે. કાર્યોમાં પણ બાધા આવી શકે છે. 15 નવેમ્બર સુધી સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
શનિ કુંભ રાશિમાં જ વક્રી છે. કુંભ રાશી શનિની મૂળ ત્રિકોણ રાશી છે. સામાન્ય રીતે આ રાશિમાં શનિ શુભ ફળ આપે છે. પરંતુ વક્રી અવસ્થા હોવાથી આ રાશિના લોકો માટે પણ શનિ શુભ નથી. 15 નવેમ્બર સુધી વિવાદોથી દૂર રહેવું. કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે.
મીન રાશિના લોકોને પણ વક્રી શનિ નુકસાન કરાવી શકે છે. 15 નવેમ્બર સુધી ભાગ્યનો સાથ અહીં મળે. માનસિક અશાંતિ અને ચિંતાનું વાતાવરણ રહેશે. કારણ વિના ખર્ચ વધશે. બીમારીઓના કારણે આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે.