Shani Jayanti 2023: શનિદેવની સાથે કરો બજરંગબલીની પૂજા, જીવનમાં દૂર થઈ જશે સંકટ
દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે શનિ જયંતી ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો શનિ દેવની પૂજા-અર્ચના કરે છે. શનિ જયંતી પર શનિદેવની સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે.
પૌરાણિક માન્યતાનુસાર પ્રાચીન સમયમાં શનિદેવને પોતાની શક્તિ પર અભિમાન થઈ ગયું હતું. જ્યારે તેમને ખબર પડી કે હનુમાનજી વધુ શક્તિશાળી છે તો શનિદેવ તેમની સાથે યુદ્ધ કરવા પહોંચી ગયા. બંને વચ્ચે યુદ્ધ થયું. આ વચ્ચે હનુમાન જીએ શનિદેવ પર એવો પ્રહાર કર્યો કે તે ઘાયલ થઈ ગયા. ત્યારબાદ શનિદેવે હનુમાનજીની માફી માંગવી પડી.
હનુમાનજીના હુમલાથી શનિદેવ ઘાયલ થયા અને પીડા થવા લાગી. ત્યારપછી જ્યારે શનિદેવે હનુમાનજી પાસે ક્ષમા માંગી તો તેમણે શનિદેવને ઘા પર તેલ લગાવવા માટે આપ્યું. જે બાદ શનિદેવનો દુખાવો મટી ગયો. આ દરમિયાન શનિદેવે હનુમાનજીને કહ્યું, જે પણ ભક્તો તમારી પૂજા કરશે, તેમને શનિના દોષનો સામનો કરવો પડશે નહીં. ત્યારથી શનિની સાથે હનુમાનજીની પણ પૂજા કરવામાં આવે છે.
શનિ જયંતીના દિવસે સવારે સ્નાન બાદ મંદિરમાં તઈને તાંબાના વાસણમાં જળ અને સિંદૂર મિક્સ કરીને હનુમાનને અર્પણ કરો. સાથે એક માળા શ્રી હનુમંતે નમઃ મંત્રનો જાપ કરો. ત્યારબાદ હનુમાન ચાલીસાના પાઠ કરો. આમ કરવાથી હનુમાન જીની કૃપા પ્રાપ્ત થશે અને સંકટોમાંથી મુક્તિ મળશે.
શનિ જયંતીના દિવસે હનુમાન મંદિર જઈને સુંદરકાંડના પાઠ કરવાથી ભગવાન હનુમાન અને શનિ દેવ બંનેની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. આમ કરવાથી દરેક સમસ્યામાંથી છુટકારો મળે છે.
જો તમારૂ કોઈ કાર્ય લાંબા સમયથી અટવાયેલું છે અને તેમાં વારંવાર વિઘ્ન આવી રહ્યાં છે તો શનિ જયંતીના દિવસે હનુમાન જીના મંદિરમાં જઈને ચમેલીનું તેલ તથા સિંદુરથી બજરંગબલીનો અભિષેક કરો. જલદી તમારા અટવાયેલા કામ પૂરા થશે.
શનિ જયંતીના દિવસે હનુમાનના મંત્રનો જાપ કરવાથી શનિની સાડાસાતી અને પનોતીથી મુક્તિ મળે છે. આ દિવસે તલ, ખાંડ અને ચણાની દાળનું દાન કરો.