45 દિવસ બાદ શનિની ચાલમાં મોટો ફેરફાર, આ 3 રાશિવાળાને થશે અકલ્પનીય ધનલાભ, પદ-પ્રતિષ્ઠા વધશે
શનિદેવ 30 જૂનના રોજ સવારે 12.25 વાગે વક્રી થશે. આ સાથે જ આ અવસ્થામાં લગભગ 139 દિવસ સુધી રહેશે અને 15 નવેમ્બર સાંજે 7.51 વાગે માર્ગી થશે. શનિના વક્રી થવાથી કેટલીક રાશિઓની મુશ્કેલી વધશે પરંતુ કેટલીક રાશિવાળાનું ભાગ્ય ખુલશે. જાણો એ કઈ રાશિઓ છે જેમને શનિદેવના વક્રી થવાથી ખુબ લાભ થશે.
આ રાશિમાં શનિ દસમા અને અગ્યારમાં ભાવના સ્વામી છે અને તેઓ અગિયારમાં ભાવમાં જ વક્રી થવા જઈ રહ્યા છે. આવામાં આ રાશિના જાતકોને શનિદેવ શુભ પરિણામ આપી શકે છે. આ વર્ષે તમારા કામને જોતા પગારમાં વધારા સાથે પદોન્નતિ પણ થશે. અનેક ઈચ્છાઓ પૂરી થશે. પરિવાર સાથે સારો સમય વીતશે. અપ્રત્યાશિત ધનલાભ થઈ શકે છે. જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હોવ તો આ સમયગાળામાં તમને લાભ મળી શકે છે. પરિવાર તરફથી કોઈ મોટા સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ સંતાન પોતાના લક્ષ્યને સાધવામાં સફળ થઈ શકે છે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં કરી શકો છો.
મકર રાશિના પહેલા અને બીજા ભાવનો સ્વામી છે અને તે આ રાશિના બીજા ભાવમાં વક્રી થઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ સારી થશે. પૈસા સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે જ બેકારના ખર્ચાથી પણ છૂટકારો મળશે. જો આ સમયગાળામાં રોકાણ કરશો તો તમને સારું રિટર્ન મળી શકે છે. આ ઉપરાંત અગાઉના રોકાણથી ફાયદો થઈ શકે છે. ઘર, પ્રોપર્ટી કે પછી વાહન ખરીદીનું સપનું પૂરું થઈ શકે છે. માતા પિતાનો પૂરો સહયોગ મળશે, જેનાથી તમે તમારા લક્ષ્યને મેળવવામાં સફળ થઈ શકશો. પરિવાર વચ્ચે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. આ સાથે જ જીવનમાં ખુશહાલી આવશે.
આ રાશિના પહેલા ભાવના સ્વામી શનિ છે અને આ ભાવમાં તેઓ વક્રી થઈ રહ્યા છે. આવામાં આ રાશિના જાતકોને અપાર ધન સંપત્તિ મળશે. આ સાથે જ જીવનમાં ચાલી રહેલા ઉતાર ચઢાવ હવે સમાપ્ત થઈ શકે છે. કામના સિલસિલામાં મુસાફરી કરવી પડે. પરિવાર સાથે પ્રવાસે જઈ શકો છો. કામની ઈચ્છા પ્રબળ થશે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ રહેશે. આવામાં પરિવાર કે પછી મિત્રો સાથે ધાર્મિક સ્થળ પર જઈ શકો છો. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો લાંબા સમયથી ચાલી રહેલી બીમારી દૂર થઈ શકે છે. ભાગીદારીમાં કરાયેલા બિઝનેસમાં પણ પૂરેપૂરો લાભ મળશે.
Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ ગણતરીઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.