Shefali Jariwala Photos: પ્રથમ લગ્નમાં હિંસાનો શિકાર બની હતી શેફાલી જરીવાલા, આ રીતે મુશ્કેલીમાંથી આવી બહાર
'કાંટા લગા' ફેમ અને બિગ બોસ સિઝન-13ની પ્રતિયોગી શેફાલી જરીવાલાએ વર્ષ 2014માં અભિનેતા પરાગ ત્યાગી સાથે બીજા લગ્ન કર્યા. હાલ બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. શેફાલી અને પરાગ બંનેનો એકબીજા પ્રત્યેનો પ્રેમ અવારનવાર સોશિયલ મીડિયામાં પણ જોવા મળે છે. 'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલાના તેના પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા હતા પણ જે સફળ રહ્યા ન હતા. મીત બ્રધર્સ ફેમ હરમીત સિંહ સાથે શેફાલીના લગ્ન થયા હતા. બંનેનું લગ્નજીવન વર્ષ 2004થી 2009 સુધી ચાલ્યું. બંને વચ્ચે ખૂબ ઝઘડા થયા અને ત્યારબાદ ડિવોર્સ લઈ લીધા.
વર્ષો પહેલા શેફાલીએ પોતાના પહેલા લગ્નમાં ચાલતા વિવાદને લઈ ખુલ્લા મનથી વાત કરી હતી. બિગ બોસ સિઝન-13ની પ્રતિયોગી શેફાલી જરીવાલાએ કથિત રીતે પોતાના પહેલા પતિ પર હિંસાના આરોપ લગાવ્યા હતા.
જાણિતા મીડિયાહાઉસ સાથેની વાતચીતમાં શેફાલીએ જણાવ્યું કે - ઘણીવાર હિંસા શારિરિક નહીં પરંતું માનસિક પણ હોય છે. જ્યારે તમારી કોઈ કિંમત કરવામાં આવતી નથી જેના કારણે તમે બહુ દુ:ખી રહો છો. હું ક્યારેય કોઈના પર નિર્ભર રહી નથી કેમ કે હું જાતે કમાતી હતી અને મારો ખર્ચો ઉપાડી શકતી હતી. આ બધી બાબતોના કારણે હું મારા જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકી.
શેફાલીનું માનવું છે કે આપણા દેશમાં લોકોમાં સમાજનો ડર સૌથી વધારે હોય છે, જો કોઈ વ્યક્તિ તલાક લે તો તેને બહુ ખોટી રીતે સમજવામાં આવે છે. ભગવાનનો આભાર માનીશ કે મારો ઉછેર સારા માહોલમાં થયો અને મે શીખ્યું કે 'સમાજનું નહીં પરંતું પોતાના જીવનનો વિચાર કરવો જોઈએ. તમારા માટે જે સાચું છે તે નિર્ણય લો' મારા નિર્ણય બાદ લોકોએ મને સપોર્ટ આપ્યો.
શેફાલી જરીવાલા તે સમયે એકલી હતી. શેફાલી અને પરાગ ત્યાગી એક ડેટના માધ્યમથી એકબીજાના નજીક આવ્યા. બંને પહેલા મિત્રો હતા અને એકબીજાને પસંદ કરતા હતા. અવારનવાર કોઈને કોઈ ઈવેન્ટમાં કે બહાર એમના વચ્ચે મુલાકાત થઈ ગઈ હતી. શેફાલી અને પરાગ વચ્ચે ઘણી બધી વાતોમાં સામ્યતા હતી તો ઘણી વાતોમાં તેઓ એકબીજાથી અલગ હતા. આ જ કારણોસર બંને એકબીજાને પર્ફેક્ટ બન્યા.
'કાંટા લગા' ફેમ શેફાલી જરીવાલા ફિલ્મો અને ટેલિવિઝનથી દૂર હતી ત્યારબાદ બિગ બોસની 13મી સિઝનમાં જોવા મળી હતી. શેફાલી જરીવાલાને બિગ બોસમાં લોકોએ ખૂબ પસંદ કરી. સિઝન દરમિયાન તેને સિદ્ધાર્થ શુક્લા, પારસ અને માહિરા સાથે દોસ્તી જમાવી હતી.