10 વર્ષ બાદ બનશે ગજકેસરી અને માલવ્ય રાજયોગ, આ જાતકોનું ભાગ્ય ચમકશે, ધનલાભનો પ્રબળ યોગ
વૈદિક જ્યોતિષમાં પંચમહાપુરૂષ અને ગજકેસરી રાજયોગનો ઉલ્લેખ મળે છે. આ યોગ જો કુંડળીમાં હોય તો વ્યક્તિને બધા સુખની પ્રાપ્તિ થાય છે. સાથે વ્યક્તિ અતિ ધનવાન બને છે. તમને જણાવી દઈએ કે જાન્યુઆરી 2025માં ગજકેસરી અને માલવ્ય રાજયોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જેમાં ગજકેસરી રાજયોગ ચંદ્રમા અને ગુરૂની યુતિથી બનશે. તો માલવ્ય રાજયોગ શુક્ર ગ્રહના ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરતા બનશે. તેવામાં આ બંને રાજયોગ બનવાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે આ રાશિઓને આકસ્મિક ધનલાભ અને ભાગ્યોદયનો યોગ બની રહ્યો છે. આવો તે રાશિઓ વિશે જાણીએ.
તમારા લોકો માટે ગજકેસરી અને માલવ્ય રાજયોગ લાભદાયક સાબિત થશે. કારણ કે આ ગજકેસરી રાજયોગ તમારી રાશિથી ત્રીજા ભાવ પર બનવા જઈ રહ્યો છે. સાથે માલવ્ય રાજયોગ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવ પર બનશે. તેથી આ દરમિયાન તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. તમારી કાર્યશૈલીમાં નિખાર આવશે. આ દરમિયાન પરિણીત લોકોનું લગ્ન જીવન શાનદાર રહેશે. સાથે તમારૂ સામાજિક વર્તુળ વધશે અને ખાસ લોકો સાથે ઉઠવા-બેઠવાનું રહેશે, જેનાથી તમને સમય સમય પર લાભ મળતો રહેશે. આ દરમિયાન તમને જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે.
તમારા લોકો માટે માલવ્ય અને ગજકેસરી યોગ શુભ સાબિત થશે. કારણ કે ગજકેસરી રાજયોગ તમારી રાશિથી લગ્ન ભાવમાં બનવા જઈ રહ્યો છે. તો માલવ્ય રાજયોગ તમારી રાશિથી આવક અને લાભ સ્થાન પર બની રહ્યો છે. આ દરમિયાન તમારી આવકમાં જોરદાર વધારો થશે. સાથે તમારી આવકના નવા-નવા સોર્સ બની શકે છે. વેપારીઓ નવા વર્ષમાં પોતાના વિરોધીઓ સામે મજબૂત બનશે અને નવા વિચારો પર કામ કરવાનું શરૂ કરશે, જેનાથી વેપારમાં પ્રગતિ થશે. સાથે આ દરમિયાન તમારા નવા-નવા લોકો સાથે સંબંધ બનશે. જેનાથી ભવિષ્યમાં લાભ થશે.
ગજકેસરી અને માલવ્ય રાજયોગનું નિર્માણ તમારા માટે લાભદાયક રહેશે. કારણ કે ગજકેસરી રાજયોગ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવ પર બનવા જઈ રહ્યો છે. તો માલવ્ય રાજયોગ તમારી રાશિથી ધન ભાવ પર બનવા જઈ રહ્યો છે. આ દરમિયાન તમને સમય-સમય પર આકસ્મિક ધનલાભ થઈ શકે છે. સાથે તમારી ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે. તો નવા પરિણીત લોકોના ઘરે મહેમાનોનું આગમન થઈ શકે છે. જે લોકો કુંવારા છે તેના માટે લગ્નનો સારો યોગ બની રહ્યો છે. સાથે આ દરમિયાન તમે વિચારેલી યોજનાઓ સફળ થશે. તો તમારી ઈચ્છાઓ પણ પૂર્ણ થશે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.