જલદી બનશે અત્યંત ઘાતક યોગ, પરંતુ આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે, બંપર ધનલાભથી તિજોરીઓ છલકાઈ જશે!
વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ષડાષ્ટક યોગને શુભ યોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો નથી પરંતુ આ યોગનો પ્રભાવ કેટલીક રાશિઓ માટે ખુબ અનુકૂળ સાબિત થઈ શકે છે. તમામ ગ્રહો અવારનવાર ષડાષ્ટક યોગ બનાવે છે પરંતુ કેટલાક ગ્રહોના સંયોગથી બનેલો આ યોગ તમામ રાશિઓને ભારે પ્રભાવિત કરતો હોય છે. વૈદિક પંચાંગ મુજબ 26 નવેમ્બરે રાતે 11.35 વાગે શુક્ર મકર રાશિમાં 17 અને ગુરુ મિથુન રાશિમાં 17 અંશ બળ પર હશે. આ બંને ગ્રહો વચ્ચે અંતર 46° 51′ 28″ હશે. જેનાથી ષડાષ્ટક રાજયોગ બની રહ્યો છે. જે કેટલીક રાશિઓને ફાયદો કરાવશે.
મેષ રાશિમાં શુક્ર આઠમા અને ગુરુ બીજા ભાવમાં રહેશે. આવામાં આ રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. ધન કમાવવાના રસ્તા ખુલી શકે છે. આ સાથે જ જીવનમાં નવી દિશા મળી શકે છે. કરિયરમાં લાંબા સમયથી ચાલતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. ગુરુની કૃપાથી તમને સારી એવી પ્રગતિ થઈ શકે છે. નોકરીમાં તમે તમારી મહેનતથી ખુબ સફળતા મેળવી શકો છો. આર્થિક સ્થિતિ સારી રહેશે. પરંતુ સમજી વિચારીને પૈસા ખર્ચો. વેપારમાં લાભ મળવાના આસાર છે. તમારા હરિફોને કાંટાની ટક્કર આપશો. આ સાથે તમને ખુબ લાભ થઈ શકે છે. મિત્રો સાથે સારો સમય પસાર થશે. લવ લાઈફ સારી રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
સિંહ રાશિના જાતકો માટે પણ ષડાષ્ટક યોગ અનુકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોના જીવનમાં સુખ સુવિધામાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. કરિયરના કારણે લાંબો પ્રવાસ કરવો પડી શકે છે. પરંતુ તેનાથી તમને લાભ થશે. વેપારમાં સારો લાભ થવાના એંધાણ છે. આ સાથે તમને કોઈ મોટો ઓર્ડર કે પ્રોજેક્ટ મળી શકે છે. રોકાણ કરવાનું વિચારતા હોવ તો આ સમયગાળામાં લાભકારી સિદ્ધ થઈ શકે છે. સારું રિટર્ન મળી શકે છે. પાર્ટનર સાથે સારો સમય વિતરશે. તમારા સંબંધ મધુર થશે.
ષડાષ્ટક યોગ આ રાશિના જાતકો માટે પણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. દરેક રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. જીવનમાં અનેક ખુશીઓનું આગમન થઈ શકે છે. વિદેશમાં નોકરી કરવાની અનેક તક મળી શકે છે. આ સાથે તમે તમારા લક્ષ્યો મેળવવામાં સફળ થઈ શકો છો. વેપારમાં ખુબ લાભ થઈ શકે છે. સારા એવા પૈસા રળી શકો છો. પ્રયત્નોનો સારું ફળ મળશે. ધનની બચત કરવામાં પણ સફળ રહી શકો છો. લવ લાઈફ સારી રહેશે. તમારા પ્રયત્નો દ્વારા ખુબ લાભ કમાઈ શકો છો.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.