Vipreet Raj Yoga: 31 માર્ચથી 24 એપ્રિલ સુધીનો સમય 4 રાશિઓ માટે અતિશુભ, અચાનક થશે મોટો ધનલાભ
)
ધન, સુખ, સંપત્તિ, ઐશ્વર્ય આપનાર ગ્રહ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે. મીન રાશિમાં પહેલાથી જ રાહુ છે જેના કારણે 31 તારીખથી 24 એપ્રિલ સુધી રાહુ અને શુક્રની યુતિ સર્જાશે. રાહુ અને શુક્રની યુતીથી વિપરીત રાજયોગ બનશે. જેનાથી 4 રાશિના લોકોને ફાયદો થશે.
)
કર્ક રાશિના લોકો માટે શુક્રનું ગોચર ફાયદાકારક રહેવાનું છે. આ સમય દરમિયાન દરેક કાર્યમાં સફળતા મળશે. અટકેલા કામની બાધાઓ દૂર થશે. નોકરી શોધતા લોકોને ખુશખબરી સાંભળવા મળશે. ધન લાભના યોગ છે.
)
સિંહ રાશિના લોકો માટે પણ રાહુ-શુક્રની યુતી લાભદાયક સાબિત થશે. ભાગ્યનો સાથ મળશે અને આવકના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સુધરશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળશે.
મીન રાશિમાં શુક્ર અને રાહુનું ગોચર સમાજમાં માન સન્માન વધારશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. કામના વખાણ થશે નોકરીમાં પ્રમોશન પણ થઈ શકે છે. પારિવારિક સંબંધો સારા થશે.
કુંભ રાશિના લોકોને પણ શુક્રનું ગોચર શુભ ફળ આપશે. વેપારનો વિસ્તાર થશે. અટકેલું ધન પરત મળશે. નોકરી કરતા લોકોથી બોસ ખુશ રહેશે. બઢતી મળી શકે છે. ધન લાભના પ્રબળ યોગ છે. આર્થિક સ્થિતિ સુધરશે.