વર્ષના અંતમાં શુક્ર-શનિની યુતિ, વર્ષ 2025માં આ જાતકો બની શકે છે ધનવાન, કરિયરમાં લગાવશે ઊંચી છલાંગ
કર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતા ગ્રહ છે. તે એક રાશિમાં આશરે અઢી વર્ષ રહે છે. તેવામાં શનિના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિઓ પર પડે છે. શુક્રના રાશિ પરિવર્તનની અસર શારીરિક, માનસિક, આર્થિક અને પારિવારિક જીવન પર સૌથી વધુ પડે છે. એટલું જ નહીં શનિને સૌથી ક્રૂર ગ્રહ માનવામાં આવે છે. તો શુક્રને આકર્ષણ, પ્રેમ, ધન-વૈભવ, સુખ-સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. મહત્વનું છે કે શનિ આ સમયે મૂળ ત્રિકોણ રાશિમાં બિરાજમાન છે. તો વર્ષના અંતમાં શુક્ર પણ આ રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં બંને ગ્રહની યુતિ બનશે. આ યુતિથી કેટલાક જાતકોને ખુબ લાભ થવાનો છે. આવો જાણીએ શુક્ર અને શનિની યુતિથી કયાં જાતકોને લાભ મળશે.
દૃક પંચાગ અનુસાર વર્ષ 2024ના અંતમાં એટલે કે 28 ડિસેમ્બરે રાત્રે 11 કલાક 48 મિનિટ પર શુક્ર કુંભ રાશિમાં પ્રવેશ કરી જશે. જ્યાં નવા વર્ષમાં 28 જાન્યુઆરી 2025 સુધી રહેશે. તેવામાં શનિ જ્યાં હોવાથી એક વર્ષ સુધી કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે.
આ રાશિમાં શનિ અને શુક્રની યુતિ પંચમ ભાવમાં થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને વિશેષ લાભ મળી શકે છે. લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થવાની સાથે ધન-ધાન્યમાં વધારો થશે. રચનાત્મક કાર્યો તરફ તમારો ઝુકાવ વધુ રહેશે. તેવામાં તમે તેને તમારા કરિયરમાં સામેલ કરી શકો છો. કરિયરમાં તમને ખુબ લાભ મળવાનો છે. તમારા કામને જોતા તમને પ્રમોશનની સાથે પગાર વધારો મળી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત થશે અને આવકના નવા માર્ગ ખુલશે. સાથે બિઝનેસમાં અપાર સફળતા અને ધનલાભ થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. પૈતૃક સંપત્તિમાંથી લાભનો યોગ બની રહ્યો છે. સ્વાસ્થ્ય સારૂ રહેવાનું છે. આ સાથે તમને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે.
આ રાશિમાં શનિ અને સૂર્યની યુતિ નવમાં ભાવ એટલે કે ભાગ્ય ભાવમાં થઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમને ભાગ્યનો સાથ મળશે. લવ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ સારી થશે. કરિયરની વાત કરીએ તો સીનિયરો તમારા કામથી ખુશ થઈ તમને મોટી જવાબદારી સોંપી શકે છે. નવી નોકરી શોધી રહેલા જાતકોને સફળતાની સાથે ધનલાભ થઈ શકે છે. કમાણી કરવા માટે નવા માર્ગ ખુલી શકે છે. આ સાથે જીવનમાં ઘણી સારી તકો મળવાની છે. ભૌતિક સુખની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં ખુશીઓનું આગમન થશે. પરિવારની સાથે સમય પસાર થશે. માતા-પિતા અને ગુરૂના સહયોગથી ઘણા ક્ષેત્રમાં સફળતા સાથે ધનલાભ થઈ શકે છે.
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.