ગુજરાતની ખુબ નજીક આવેલું આ ટબુકડું હિલ સ્ટેશન તમે જોયું કે નહીં? Photos જોઈને તરત જવા માટે દોડશો

Sat, 25 Nov 2023-1:35 pm,

ગુજરાતની નજીક અને મહારાષ્ટ્રમાં આવેલું એક હિલ સ્ટેશન એવું પણ છે જે સમગ્ર ભારતમાં સૌથી નાનું હિલ સ્ટેશન ગણાય છે. મહારાષ્ટ્રના ટોપ હિલ સ્ટેશનોમાંથી એક ગણાય છે. મુંબઈ-પુના અને આજુબાજુના લોકો વીકેન્ડ ગાળવા માટે આ હિલ સ્ટેશન પર આવતા હોય છે. 

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા માથેરાન હિલ સ્ટેશનની. આ જગ્યા દુનિયાની એ ગણી ગાંઠી જગ્યાઓમાંથી એક છે જ્યાં ખતરનાક રસ્તાઓ હોવાના કારણે ગાડી લઈ જવાની મંજૂરી નથી. અહીં  ફરવા માટે તમારે ટોય ટ્રેનથી જવાનું રહે છે. આ ટોય ટ્રેન ઊંચા પહાડોના કિનાર ખુબ જ કપરા રસ્તાઓમાંથી પસાર થાય છે. આવામાં ટોય ટ્રેનમાં બેસીને સફર કરનારા લોકોને પણ ભગવાન યાદ આવે છે. જાણો આ હિલ સ્ટેશન વિશે...

માથેરાન મહારાષ્ટ્રમાં પશ્ચિમી ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલું એક નાનકડું હિલ સ્ટેશન છે. તેને પોલ્યુશન ફ્રી હિલ સ્ટેશન પણ કહેવામાં આવે છે. માથેરાનમાં દસ્તૂરી પોઈન્ટથી આગળ કોઈને પણ વાહન લઈને જવાની મંજૂરી નથી. અહીંથી ટુરિસ્ટ પગપાળા, પાલકી કે ટટ્ટુથી લગભગ 2.5 કિમીનું અંતર કાપે છે. રસ્તામાં તમને સુંદર નજારા પણ જોવા મળે છે. 

માથેરાન પહોંચવા માટે નેરળ જંકશનથી બે ફૂટ પહોળી નેરોજ ગેજ લાઈન પર દોડતી ટોય ટ્રેન સૌથી સારો વિકલ્પ છે. આ ટોય ટ્રેન વન ક્ષેત્રના મોટા વિસ્તારમા લગભગ 20 કિમીનો પ્રવાસ કાપે છે અને મુસાફરોને માથેરાન બજાર વચ્ચે આવેલા રેલવે સ્ટેશન સુધી પહોંચાડે છે. આ ટ્રેન ખુબ જ વળાંકવાળા રસ્તાઓ અને ખાઈની બાજુમાંથી પસાર થાય છે. આ માટે ટ્રેનના ડ્રાઈવરને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે. સફર દરમિયાન પર્યટકોને પણ વિશેષ સાવધાની વર્તવાની સલાહ આપવામાં આવે છે. 

જો તમે આ હિલ સ્ટેશન પર ફરવા માટે આવો છો તો તમારે કુદરતની ખુબ નજીક હોવાનો અહેસાસ થશે. અહીં તમને વાદળોથી ઘેરાયેલા પહાડ, પહાડથી પડતા ઝરણા, સુંદર ઝીલો, પાર્ક અને તમામ વ્યૂ પોઈન્ટ્સ જોવા મળશે. અહીં હવામાન ખુબ સારું રહે છે. વરસાદના દિવસોમાં વાદળોના કારણે દૂરના નજારા ઓછો જોવા મળે છે. આ સાથે જ કાચા રસ્તાઓ  હોવાના કારણે લપસવાનો ડર રહે છે. 

જો તમે પણ આ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લેવા માંગતા હોવ તો તમારે પહેલા તો મુંબઈ કે પુના પહોંચવું પડશે. ત્યાંથી રેલવે માર્ગ, બસ કે ટેક્સી દ્વારા તમે નેરળ જંકશન સુધી પહોંચી શકો છો. નેરળ જંકશનથી તમે ટોય ટ્રેન લઈને માથેરાન પહોંચી શકો  છો. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link