આ 5 મહિલા ક્રિકેટર છે દુનિયામાં સૌથી ખુબસૂરત, ચારેબાજુ ચર્ચા, દરેક ફોટોના પ્રશંસકો દીવાના!

Sun, 06 Mar 2022-3:29 pm,

સ્મૃતિ મંધાના પોતાના લુકને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. તે પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતી છે. સ્મૃતિ મંધાના નેશનલ ક્રશના નામથી સમગ્ર દેશમાં જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર પોસ્ટ કરતી રહે છે. ફેન્સ તેમના દ્વારા શેર કરવામાં આવેલા ફોટોઝને ખુબ જ પસંદ કરે છે.

ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર સારા ટેલર વિશ્વની ધાકડ મહિલા વિકેટકીપર્સમાં સામેલ છે. રમતના મેદાનની બહાર પણ પોતાના સામાજિક કાર્યોને લઈને ફેમસ રહે છે. સારા ટેલરે 2019માં લગભગ 13 વર્ષ લાંબા ક્રિકેટ કરિયરને અલવિદા કહી દીધું હતું. સારા ટેલર થોડાક દિવસ પહેલા કપડા પહેર્યા વગર ફોટોશૂટને લઈને ચર્ચામાં આવી હતી. તે ફોટોઝમાં બેટિંગ અને વિકેટકીપિંગ કરતી જોવા મળી હતી.

પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર કાયનાજ ઈમ્તિયાજે અત્યાર સુધી 15 વનડે અને 15 ટી20 મેચ રમી છે. તે પોતાની ખૂબસૂરતીને લઈને પણ ચર્ચામાં બની રહે છે. ઈમ્તિયાજ જોવામાં ખુબ જ સ્માર્ટ છે.  

હરલીન દેઓલની ગણતરી ભારતની સ્ટાર મહિલા ખેલાડીઓમાં થાય છે. તેમની બેટિંગના તમામ લોકો દીવાના છે. તેમનું ડ્રેસિંગ સેન્સ પણ ખુબ જ કમાલનું છે. તેઓનું નામ ખુબસૂરત ખેલાડીઓમાં સામેલ છે.

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટર એલિસ પૈરીની ગણતરી પણ દુનિયાના સૌથી મહાન ખેલાડીઓમાં થાય છે. તે પોતાની ફિટનેસ માટે પણ ચર્ચામાં રહે છે અને તેની ક્રિકેટ સ્કીલના દીવાના તમામ લોકો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link