Photos : 75% જેટલું સૂર્યગ્રહણ ગુજરાતમાં દેખાયું, નિહાળવા અનેક લોકો અગાશી પર પહોંચ્યા
ગાંધીનગરમાં આવેલા ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ખાતે વૈજ્ઞાનિકો સૂર્યગ્રહણ નિહાળવા પહોંચ્યા છે.
આજે સૂર્યગ્રહણને લઈ રાજકોટમાં વિજ્ઞાન જાથા દ્વારા વીસેસ આયોજન કરવામાં આવ્યું છે. વિજ્ઞાન જાથા દ્વારા સૂર્ય ગ્રહણ નિહાળવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. લોકોમાં ગ્રહણને લઈ વૈજ્ઞાનિક મિજાજ કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો ખોરાક બહાર ફેંકે નહિ અને ભુખ્યાને આપે, પાણી નો બગાડ ન થાય વગરે ઉદેશ સાથે આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.
જામનગરમાં સૂર્યગ્રહણ નિહાળવા માટેની સુમેર ક્લબ ખાતે ખાસ વ્યવસ્થા કરાઈ હતી. ખગોળશાસ્ત્રીઓના ટેલિસ્કોપથી લોકોએ ર્યગ્રહણ નિહાળ્યું હતું. નાના ભૂલકાઓથી માંડી મોટેરાઓએ મોટી સંખ્યામાં સૂર્યગ્રહણ નિહાળવા પહોંચ્યા હતા. ખગોળ મંડળ, રંગતાળી ગ્રુપ અને સુમેર ક્લબ દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. તેમજ કોરોના મહામારી વચ્ચે લોકોની ભીડ એકઠી ન થાય તેની ખાસ તકેદારી લેવાઈ હતી.