King Charles Coronation Concertમા સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ, સ્ટાઈલિશ લુક પર ફિદા થયા ફેન્સ

Mon, 08 May 2023-8:33 am,

મીડિયા રિપોર્ટ્સ મુજબ, એક્ટ્રેસ સોનમ કપૂરને કિંગ ચાર્લ્સના કોરોનેશન કોન્સર્ટમાં આમંત્રિત કરવામાં આવી હતી, જેના માટે તેણે ખૂબ જ સિમ્પલ અને એલિગન્ટ ડ્રેસ પસંદ કર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી.

આ ફોટોમાં સોનમનો ફૂલ લૂક તો દેખાતો નથી પરંતુ અહીં તમે તેના આઉટફિટની એક ઝલક જોઈ શકો છો. સોનમનો લાઇટ નેચરલ મેકઅપ પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરીને સોનમ કપૂરે લખ્યું છે કે આ ખાસ અવસર પર તેણે જે ડ્રેસ પહેર્યો હતો તે બે દેશોના ડિઝાઈનરો દ્વારા બનાવવામાં આવ્યો છે. સોનમનો આ ફ્લોરલ આઉટફિટ અનામિકા ખન્ના અને એમિલિયા વિકસ્ટેડે ડિઝાઇન કર્યો છે.

અહીં તસવીરમાં તમે સોનમનો ફૂલ લુક જોઈ શકો છો. એક્ટ્રેસ સિમ્પલ ઓફ-શોલ્ડર ફ્લોરલ ડ્રેસમાં ખુબ સુંદર લાગી રહી છે. સોનમે પોતે આ તસવીરો થોડા કલાકો પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.

ફેન્સને પણ આ ફોટોઝ ખુબ પસંદ આવી રહ્યા છે જેમાં અભિનેત્રીએ ફોટોશૂટની એક ઝલક દેખાડી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link