સસ્તા ભાવમાં Gold ખરીદવાની તક, આજે જ ઉઠાવો આ સ્કીમનો ફાયદો

Sat, 09 Jan 2021-9:54 pm,

ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India)એ આ વિશે ગોલ્ડની ઈશ્યૂ પ્રાઈઝ (Issue Price) 5,104 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરી છે. જે માર્કેટ રેટથી ઓછી છે. RBIએ 8 જાન્યુઆરીના તેની જાહેરાત કરી હતી.

જો તમે ડિજિટલ પેમેન્ટ દ્વારા તેમાં રોકાણ કરો છો તો તમને 50 રૂપિયા પ્રતિ ગ્રામની વધારાની છૂટ મળશે. એટલે કે, 10 ગ્રામની ખરીદી પર તમને 500 રૂપિયા ડિસ્કાઉન્ટ મેળવી શકો છો.

આ સ્કીમ અંતર્ગત તમે ઓછામાં ઓછું 1 ગ્રામ અને વધારેમાં વધારે 500 ગ્રામ સોનું ખરીદી શકો છો. ખાસ વાત એ છે કે, Gold Bondમાં રોકાણ કરવાથી તમને ટેક્સમાં છૂટ પણ મળે છે. ગોલ્ડ બોન્ડમાં તમને સરકાર વર્ષના 2.5 ટકા વ્યાજ પણ આપે છે. એટલે કે, તમને સોનાની વધતી કિંમતો ઉપરાંત વ્યાજ પણ અલગથી મળે છે.

સોવરિન ગોલ્ડ બ્રાન્ડમાં રોકાણકારને ફિઝિકલ સ્વરૂપમાં સોનું મળતું નથી. તે ભૌતિક સોના કરતાં વધારે સુરક્ષિત છે. ગોલ્ડ બોન્ડનું પ્રમાણપત્ર (Gold Bond Certificate) તેમાં રોકાણ કરનારાઓને આપવામાં આવે છે અને મેચ્યોરિટી પૂર્ણ થયા બાદ જ્યારે રોકાણકાર તેને છૂટા કરવા જાય છે, ત્યારે તેને તે સમયે સોનાના મૂલ્યની સમાન પૈસા મળે છે.

જો તમારે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરવું હોય તો તમારી પાસે પાન કાર્ડ હોવું જ જોઇએ. તમે તેને તમામ વ્યાપારી બેંકો (RRB, સ્મોલ ફાઇનાન્સ બેંક, પેમેન્ટ બેંકને છોડી), પોસ્ટ ઓફિસ, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (SHCIL), નેશનલ સ્ટોક એક્સચેંજ (NSE), બોમ્બે સ્ટોક એક્સચેંજ (BSE) અથવા સીધા એજન્ટો દ્વારા અરજી કરી શકો છો.

સોવરિન ગોલ્ડ બોન્ડ એક લાંબા ગાળાનું રોકાણ છે. તેની મેચ્યોરિટી અવધિ 8 વર્ષની છે. પરંતુ તમે તેને 5માં વર્ષથી રિડીમ કરી શકો છો. જ્યારે તમે તેને રિડીમ કરો ત્યારે તમને મળેલો ભાવ તે સમયે બજારમાં સોનાના ભાવ પર આધારિત હશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link