Unbreakable Records Of IPL History: આ 5 રેકોર્ડ તોડવાની કોઈની તાકાત નથી! આ રેકોર્ડની નજીક પણ નથી કોઈ ખેલાડી

Mon, 28 Mar 2022-11:22 am,

IPLમાં સૌથી ઝડપી સદી બનાવવાનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ક્રિસ ગેલે વર્ષ 2013માં RCB તરફથી રમતી વખતે સદી ફટકારી હતી..ગેલે 30 બોલમાં સદી પૂરી કરી હતી. ગેલે 66 બોલમાં 175 રનની ઈનિંગ રમી હતી.. જેમાં 17 સિક્સ અને 13 ફોર ફટકારી હતી.

મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા અલઝારી જોસેફે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું 3.4 ઓવરમાં  6 વિકેટ લીધી હતી અને માત્ર 12 રન આપ્યા હતા.સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ અલ્ઝારી જોસેફના નામે છે.

દરેક ફોર્મેટમાં વિરાટ કોહલીએ રન બનાવ્યા છે.. IPLમાં એક સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલીછે. વર્ષ 2016 વિરાટ કોહલી માટે સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. કોહલીએ 16 મેચમાં 973 રન બનાવ્યા,  આ વર્ષે કોહલીએ ચાર સદી અને 7 અડધી સદી ફટકારી હતી. તેની એવરેજ 81 હતી અને સ્ટ્રાઈક રેટ 152 હતો.

હેટ્રિક વિકેટ લેવી એ દરેક બોલરનું સપનું હોય છે. ત્રણ બોલમાં ત્રણ વિકેટ લેવી મુશ્કેલ છે. પરંતુ અમિત મિશ્રાએ IPL ઈતિહાસમાં 3 હેટ્રિક લીધી છે, અમિત મિશ્રા IPLમાં સૌથી વધુ હેટ્રિક લેનાર બોલર છે. યુવરાજ સિંહે પણ IPLમાં 2 હેટ્રિક લીધી છે, પરંતુ અમિત મિશ્રાનો રેકોર્ડ તોડવો મુશ્કેલ છે.

175 રનનો સ્કોર T20 ક્રિકેટમાં મોટો સ્કોર માનવામાં આવે છે. પરંતુ ક્રિસ ગેલે IPLમાં એકલા હાથે 175 રનની ઈનિંગ રમી છે. આઈપીએલ ઈતિહાસની આ સૌથી મોટી ઈનિંગ્સ છે. ગેલે આ રેકોર્ડ 2013માં પુણે વોરિયર્સ  સામે બનાવ્યો હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link