World Cup જીતવા છતાં BCCI સચિવ પદેથી રાજીનામું આપશે જય શાહ? મોટું કારણ આવ્યું સામે

Mon, 08 Jul 2024-6:18 pm,

Jay Shah: ઈન્ડિયન ક્રિકેટનું સંચાલન હાલ જય શાહના હાથમાં છે. જય શાહ હાલ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ છે. જેથી ભારતીય ક્રિકેટને લગતા તમામ નિર્ણયો હાલ તેમના હાથમાં હોય છે. 50 ઓવરનો વર્લ્ડ કપ હાર્યા બાદ પણ તેમનો જ નિર્ણય હતો કે, રોહિત શર્મા અને વિરાટ કોહલી T20 વર્લ્ડ કપમાં રમશે. એટલું જ નહીં રોહિત શર્માને કપ્તાની માટે પણ તેમણે જ મનાવ્યો હતો. 

આ સાથે જ રાહુલ દ્રવિડ પણ 50 ઓવરના વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતના કારમા પરાજય બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ પદેથી રાજીનામું આપી રહ્યાં હતાં. એ સમયે જય શાહે જ તેમને રોક્યા હતા. જય શાહે જ રોહિત શર્માને કહીને રાહુલ દ્રવિડને ફોન કરાવ્યો હતો કે, T20 વર્લ્ડ કપમાં ભારતને તેમની જરૂર છે અને તેઓ જ ભારતીય ટીમના હેડ કોચ રહેશે. એ જય શાહ જ હતા જેમણે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપ ફાઈનલમાં ખરાબ રીતે હારેલી ટીમ ઈન્ડિયાને સપોર્ટ કર્યો હતો. 

રાહુલ દ્રવિડને ભારતીય ટીમ સાથે રાખીને ટીમને સારી રીતે તૈયાર કરવા માટે પણ જય શાહે ભરપુર પ્રયાસો કર્યા. જય શાહે જ કહ્યું હતુંકે, ઓસ્ટ્રેલિયા સામે આપણે વર્લ્ડ કપ ભલે ના જીતી શક્યા પણ આપણે દિલ જીત્યા છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારત બાર્બાડોઝમાં ઝંડો ગાડશે અને જીત હાંસલ કરીને તિરંગો લહેરાવશે. જય શાહના આ શબ્દો આ વિશ્વાસ સાચો પડ્યો અને ટીમ ઈન્ડિયા ટી-20માં રોહિત શર્માની કપ્તાનીમાં વિશ્વ વિજેતા બન્યું. હવે ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પર ભારતની નજર છે. 

જય શાહના બીસીસીઆઈન સચિવ પદે રહેતા જ ભારત ટી20માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. બધુ જ સારું ચાલી રહ્યું છે ત્યારે BCCI ના સચિવ પદેથી જય શાહના રાજીનામું આપવાની વાત કેમ ચર્ચામાં આવી છે? શું ખરેખર જય શાહ રાજીનામું આપવા માંગે છે? શું છે જય શાહના રાજીનામું આપવા પાછળનું કારણ? આવા અનેક સવાલો હાલ ચર્ચામાં છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈના હાલના સચિવ જય શાહ સાથે જોડાયેલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવાય છે કે તેઓ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. આ વર્ષે નવેમ્બરમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉંસિલ એટલે કે આઈસીસીના ચેરમેન પદની ચૂંટણી થવાની છે. રિપોર્ટ અનુસાર, જય શાહ આ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરવાનું મન બનાવી રહ્યા છે. આ જ કારણે તેઓ બીસીસીઆઈ સચિવ પદ છોડી શકે છે. 

બીસીસીઆઈના સમર્થનથી બાર્કલે આ જવાબદારી સંભાળી હતી. જો જય શાહ નવેમ્બરની ચૂંટણીમાં પોતાનું નામ આપશો તો પછી બાર્કલે પાછીપાની કરી શકે છે. જો કે, હાલમાં જય પાસે ચૂંટણીમાં પોતાનું નામ આપવાનો લાંબો સમય છે. આ મહિનાના અંતે શ્રીલંકાના કોલંબોમાં આઈસીસીની વાર્ષિક બેઠક થવાની છે. તેમાં આઈસીસી અધ્યક્ષને લઈને ચર્ચા થવાની છે.

રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકેનો કોન્ટ્રાક્ટ પુરો થઈ ચુક્યો છે. અગાઉ દ્રવિડને 50 ઓવર વર્લ્ડ કપ અને ત્યાર બાદ ટી20 વર્લ્ડ કપના કોચિંગ માટે પણ જય શાહે જ મનાવ્યા હતા. ત્યાર બાદ હવે રાહુલ બાદ ગૌતમ ગંભીરને પણ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકેની જવાબદારી સંભાળવા માટે જય શાહ પ્રયાસ કરી રહ્યાં છે.

ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, જય શાહ આઈસીસી અધ્યક્ષના પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી શકે છે. હાલમાં તેને લઈને ખાલી સમાચારો સામે આવી રહ્યા છે તેઓ આ પદ સંભાળવા માગે છે કે નહીં તેને લઈને કોઈ પણ નિર્ણય લેવાયો નથી. આઈસીસી અધ્યક્ષના પદ પર હાલમાં ન્યૂઝીલેન્ડના ગ્રેગ બાર્કલે બેઠા છે. છેલ્લા ચાર વર્ષથી તેઓ આ પદ સંભાળી રહ્યા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link