Stock Market: આ મુદ્દાઓનું રાખો ધ્યાન, શેર બજાર પર પડી શકે છે મોટી અસર

Mon, 02 Oct 2023-10:24 am,

RBI News: ભારતીય રિઝર્વ બેંક (RBI)ની નાણાકીય સમીક્ષા બેઠક, આર્થિક ડેટા, વૈશ્વિક વલણો અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિઓ આ સપ્તાહે સ્થાનિક શેરબજારોની દિશા નક્કી કરશે. આજે (સોમવાર) , 2 ઓક્ટોબરે 'ગાંધી જયંતિ' નિમિત્તે બજારો બંધ રહેશે.

બજારની દિશા માટે વૈશ્વિક સૂચકાંકો મહત્ત્વપૂર્ણ રહેશે, તો બીજી તરફ શુક્રવારે રિઝર્વ બેન્કની નાણાકીય સમીક્ષા પર સૌનું ખાસ ધ્યાન રહેશે. જો કે બજાર વ્યાજ દરોના મોરચે યથાવત સ્થિતિની અપેક્ષા રાખી રહ્યું છે, ડોલર ઇન્ડેક્સની મજબૂતી અને બોન્ડ પર પ્રતિફળ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવ રોકાણકારો માટે ચિંતાનો વિષય છે.

આ સિવાય સપ્ટેમ્બરમાં ભારત સહિત ઊભરતાં બજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) દ્વારા સતત વેચવાલીથી બજારને અસર થઈ છે. બજાર રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક પર નજીકથી નજર રાખશે. આ ત્રણ દિવસીય બેઠક 4 ઓક્ટોબરથી શરૂ થશે. બેઠકના પરિણામો 6 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

બજારના ભાગીદારોની નજર ડોલરના મુકાબલે રૂપિયાની ચાલ અને ક્રૂડ ઓઈલના ભાવ પર રહેશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII)નું વલણ પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ડેટા આ અઠવાડિયે આવવાનો છે. આ ઉપરાંત વાહન કંપનીઓના માસિક વેચાણના આંકડા પણ જાહેર કરવામાં આવશે.

વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) સપ્ટેમ્બરમાં વેચનાર તરીકે ચાલુ રહ્યા હતા. ડૉલરની સતત મજબૂતીને કારણે ભારતીય બજારમાં FPIsનું વેચાણ થયું છે. ડૉલર ઇન્ડેક્સ વધીને 107ની નજીક પહોંચી ગયો છે. આ સિવાય અમેરિકામાં બોન્ડ પરની યીલ્ડ પણ સતત વધી રહી છે. 10 વર્ષના બોન્ડ પર યીલ્ડ 4.7 ટકા થઈ ગઈ છે. કાચા તેલની કિંમત બેરલ દીઠ $97ની નજીક છે. આ તમામ પરિબળોએ પણ FPIs દ્વારા વેચાવલીને પ્રોત્સાહન આપ્યું છે.

ગત અઠવાડિયે બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સ 180.74 પોઈન્ટ અથવા 0.27 ટકા ઘટ્યા હતા. નિફ્ટીમાં 35.95 પોઈન્ટ અથવા 0.18 ટકાનો ઘટાડો નોંધાયો હતો. બજાર કેટલાક મુખ્ય સ્થાનિક અને વૈશ્વિક મેક્રો ઇકોનોમિક ડેટા પરથી દિશા લેશે. S&P વૈશ્વિક ઉત્પાદન અને સેવાઓ વિવિધ દેશો માટે PMI ડેટા આ અઠવાડિયે આવવાનો છે. આ સિવાય ઓપેકની બેઠક પણ છે. યુએસ ફેક્ટરી ઓર્ડર્સ અને બેરોજગારીના દાવાઓનો ડેટા પણ બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. સ્થાનિક મોરચે, આરબીઆઈની નાણાકીય સમીક્ષા બેઠક અને ઓટોમોબાઈલ કંપનીઓના માસિક વેચાણના આંકડા બજાર માટે મહત્વપૂર્ણ રહેશે. (ઇનપુટ ભાષા)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link