શેરબજારમાં રોકાણ તમારું, ટેન્શન તમારું, નુકસાન તમારું, કમાણી થાય તો...ભાગ પડાવશે સરકાર

Tue, 23 Jul 2024-4:53 pm,

Budget 2024: કેન્દ્રમાં નવી સરકાર રચાઈ. નરેન્દ્ર મોદી સતત ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. આ વખતે ભાજપ પાસે પુરી મેજોરીટી નહોંતી એટલે સાથી પક્ષોનો સાથ લઈને NDA એ ગઠબંધનની સરકાર બની. જોકે, પીએમ પદે તો ફરી એકવાર મોદી જ બિરાજમાન થાય. પણ આ વખતે ફેર શું પડ્યો એ સીધો બજેટમાં જોવા મળ્યો. બજેટમાં સારો એવો હિસ્સો બિહાર અને આંધ્ર પાછળ ખર્ચવો પડ્યો. એટલે હવે પૈસા કરવા પરવા માટે સરકારે શેરબજારને સાણસામાં લીધું છે. જો તમે પણ શેરબજારમાં રોકાણ કરવાનું વિચારતા હોવ તો 100 વાર વિચાર કરજો. 

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું. લોંગ અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ વધારવા અને શેર બાયબેક પર ટેક્સ લાદવાની દરખાસ્તને કારણે બજેટે શેરબજારના રોકાણકારોને નિરાશ કર્યા હતા. જો શેરબજારમાં રુપિયા રોકતાં હોવ તો તમારે આજે બજારમાં થયેલી આ તમામ જાહેરાતો એકદમ બરાબર રીતે સમજી લેવાની જરુર છે. નહીંતર કમાણી માટે પાડેલા ટ્રેડમાં તમારા હાથમાં કંઈ નહીં આવે અને સરકાર કમાઈ જશે.

શેરબજારવાળા માટે માથાનો દુઃખાવો લઈને આવ્યું છે આ બજેટ. નવા રોકાણકારો તો આવતા આવશે પણ જેમણે રોકાણ કરેલું છે તેમની પણ હાલ તો બેન્ડ વાગી ગઈ છે. કારણકે, શેરબજારવાળા માટે એક સાથે 4-4 મુશ્કેલી લઈને આવ્યું નવું બજેટ, વધ્યો ટેક્સ અને તમારી કમાણીના પૈસા હવે સરકાર લઈ જશે.

ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સને પણ બજેટમાં આંચકો લાગ્યો છે. જેના કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. લગભગ 12:30 વાગ્યે સેન્સેક્સ 1100 પોઈન્ટ્સ અને નિફ્ટી 370 પોઈન્ટ્સ તૂટ્યો હતો. જોકે, બાદમાં શેરબજાર રિકવર થયું છે અને હાલ લખાઈ રહ્યું છે ત્યારે બપોરે 2.27 વાગ્યે સેન્સેક્સ 184 પોઈન્ટ તૂટીને અને નિફ્ટી 76 પોઈન્ટ ઘટીને કામકાજ કરી રહ્યા છે. આગળ જાણો શેરબજાર સંબંધિત કયા ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે અને કયા નવા ટેક્સની દરખાસ્ત કરવામાં આવી છે.

ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સને મોટો ફટકો આપતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) દર 0.01 ટકાથી વધારીને 0.02 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ દરખાસ્ત લાગુ કર્યા પછી, ઇક્વિટી અને ઇન્ડેક્સ ટ્રેડર્સે તેમના વેપાર માટે બમણો ટેક્સ ચૂકવવો પડશે. ફ્યુચર એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડર્સને મોટો ફટકો આપતા, નાણામંત્રી નિર્મલા સીતારમણે STT (સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ) દર 0.01 ટકાથી વધારીને 0.02 ટકા કરવાની જાહેરાત કરી હતી. આ દરખાસ્ત લાગુ કર્યા પછી, ઇક્વિટી અને ઇન્ડેક્સ ટ્રેડર્સે તેમના વેપાર માટે બમણો ટેક્સ ચૂકવવો પડશે. STT દર બમણા કરવાના બજેટ પ્રસ્તાવની જાહેરાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, “મારી પાસે ટેક્સ બેઝને વિસ્તૃત કરવા માટે બે દરખાસ્તો છે. તેમાં સિક્યોરિટીઝના ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ પર STT અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા વધારવાની દરખાસ્તનો સમાવેશ થાય છે. બીજું, શેરના બાયબેક પર મળેલી આવક પર ટેક્સ લાગશે આ ટેક્સ કંપનીને બાયબેકની આવક પર ચૂકવવો પડશે.

ઉદાહરણ તરીકે, જો કોઈ કંપની બાયબેક કરે છે (હાલના શેરધારકો પાસેથી તેના પોતાના શેર પાછા ખરીદે છે), તો પછી બાયબેકમાં કંપનીને શેર વેચીને જે નાણાં પ્રાપ્ત થશે તેના પર ટેક્સ લાગશે.

શેરબજારમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાની જાહેરાત કરતાં સીતારમણે 20%નો નવો દર જાહેર કર્યો છે. જે પહેલાં 15% હતો. આમ શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ રેટ 15 ટકાથી વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. જે 5 ટકાનો વધારો છે.

બીજી તરફ લોંગ ટર્મ કેપિટલ ગેન્સ (LTCG) ટેક્સ રેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં જૂનો દર 10% હતો જે વધારીને નવો દર 12.5% કરવામાં આવ્યો છે. આમ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ રેટમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

જોકે આ સાથે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સમાં છૂટછાટની મર્યાદા પણ વધી છે. જેમાં શેરબજારના રોકાણકારોને રાહત મળી છે. લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ રાહત મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. આ હેઠળ, નવી મુક્તિ મર્યાદા 1.25 લાખ રૂપિયા છે, જે અત્યાર સુધી 1 લાખ રૂપિયા હતી. આનો અર્થ એ થયો કે હવે વાર્ષિક રૂ. 1.25 લાખ સુધીના કેપિટલ ગેઇન્સ પર કેપિટલ ગેઇન ટેક્સમાંથી મુક્તિ મળશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link