Muhurat Trading Picks: આગામી દિવાળી સુધી પૈસાથી તિજોરી ભરી દેશે આ 4 Stocks

Fri, 01 Nov 2024-4:38 pm,

બ્રોકરેજ હાઉસ એચડીએફસી સિક્યોરિટીઝ (HDFC Securities) એ ઈન્વેસ્ટરો માટે મુહૂર્ત ટ્રેડિંગ ટેક્નિકલ પિક્સ (Muhurat Trading Technical Picks)પસંદ કર્યાં છે. આ સ્ટોક્સમાં ઈન્વેસ્ટરોને આગામી દિવાળી સુધી સારૂ રિટર્ન મળી શકે છે. આ સ્ટોક્સમાં  Axis Bank, KARUR VYSYA BANK, Stylam Industries અને Can Fin Homes સામેલ છે. 

Axis Bank ને HDFC Securities એ મુહૂર્ત ટ્રેડિંગ ટેક્નિકલ પિક બનાવ્યો છે. શેરને BUY રેટિંગ આપ્યું છે. ટાઇમ ફ્રેમ આગામી દિવાળી સુધી છે. ટાર્ગેટ પ્રાઇસ 1332-1403 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપલોસ 1070 રૂપિયા રાખવાનો છે. વર્તમાન કિંમતથી શેરમાં 21 ટકા સુધીનું રિટર્ન મળી શકે છે. 

KARUR VYSYA BANK ને HDFC Securities એ મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ પ્રાઇસ 249, 269 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપલોસ 183 રૂપિયા રાખવાનો છે. ટાઇમ ફ્રેમ આગામી દિવાળી સુધી છે. વર્તમાન કિંમતથી આગળ 19 ટકા જેટલું રિટર્ન મળી શકે છે. 

Stylam Industries ને HDFC Securities એ મુહૂર્ત ટ્રેડિંગ ટેક્નિકલ પિક બનાવ્યો છે. શેરમાં બાયનું રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ 2560-2690 રૂપિયા છે. સ્ટોપલોસ 1880 રાખવાનો છે. ટાઇમ ફ્રેમ આગામી દિવાળી સુધી છે. વર્તમાન કિંમતથી આગળ 18 ટકા સુધી રિટર્ન મળી શકે છે.   

Can Fin Homes ને HDFC Securities એ મુહૂર્ત ટ્રેડિંગ માટે પસંદ કર્યો છે શેરમાં બાય રેટિંગ આપ્યું છે. ટાર્ગેટ પ્રાઇસ 960-1040 રૂપિયા પ્રતિ શેર છે. સ્ટોપલોસ 765 રૂપિયા રાખવાનો છે. ટાઈમ ફ્રેમ આગામી દિવાળી સુધી છે. વર્તમાન કિંમતથી આગળ 20 ટકા સુધી રિટર્ન મળી શકે છે. 

ડિસ્ક્લેમરઃ અહીં સ્ટોક્સમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link