STOCK To BUY: છપ્પરફાડ કમાણી કરાવશે આ 10 ક્વોલિટી Stocks, બ્રોકરેજે આપી BUY કરવાની સલાહ
શેરખાને (Sharekhan) રેમકો સિમેન્ટ્સ પર રૂ. 1,010ના સુધારેલા ટાર્ગેટ પ્રાઇસ સાથે 'BUY' ની સલાહ જાળવી રાખી છે. 24 મેના રોજ શેર 778.05 ના સ્તરે બંધ થયો હતો. આ ભાવથી શેર 30% નું વળતર આપી શકે છે.
બ્રોકરેજે 325 રૂપિયાના રિવાઇઝ્ડ ટાર્ગેટ પ્રાઇસ સાથે 'BUY' કરવાની સલાહ આપી છે. 24 મેના રોજ શેર 297.10ના સ્તરે બંધ થયો હતો. વર્તમાન ભાવથી તેમાં 10 ટકાનો વધારો થઈ શકે છે.
ગ્રાસિમ (Grasim Share) પર ખરીદી સાથે શેરખાને (Sharekhan) પોતાની ટાર્ગેટ પ્રાઇસને રિવાઇઝ્ડ કરી રૂ. 2,850 કરી છે. 24 મેના રોજ શેર 2440.40ના સ્તરે બંધ થયો હતો. તે વર્તમાન ભાવથી 17% વધી શકે છે.
શેરખાને (Sharekhan) ઇન્ડીગો પેંટ્સ પર 'BUY' ની સલાહ આપી છે. શેરની ટાર્ગેટ પ્રાઇસ 1,850 રૂપિયા રાખવામાં આવી છે. 24 મેના રોજ શેર 1356.20 ના સ્તરે બંધ થયો હતો. આ ભાવે, સ્ટોક 36% નું વળતર આપી શકે છે.
એફએમસીના દિગ્ગજ ચોથા ક્વાર્ટરના આંકડાના રિપોર્ટ બાદ શેરખાને (Sharekhan) ITC પર પોતાનો ટાર્ગેટ પ્રાઇઝ 515 રૂપિયા પર રાખ્યો છે. 24 મેના રોજ શેર 436.10 ના સ્તરે બંધ થયો હતો. વર્તમાન ભાવથી તે 18 ટકા વધી શકે છે.
બ્રોકરેજે જુબિલેંટ ફૂડવર્ક્સના સ્ટોસ પર રેટિંગ 'Hold' થી અપગ્રેડ કરી 'Buy' કરી દીધી છે. તેણે ટાર્ગેટ પ્રાઇઝ રિવાઇઝ્ડ કરી 570 રૂપિયા પ્રતિ શેર કરી છે. 24 મેના રોજ શેર 466.80ના સ્તરે બંધ થયો હતો. આ કિંમતથી 22 ટકા વધુ વળતર મળી શકે છે.
ફાર્મા કંપની સન ફાર્માના સ્ટોક પર બ્રોકરેજે BUY ની રેટિંગની સાથે ટાર્ગેટ રિવાઇઝ્ડ કરી 1800 રૂપિયા પ્રતિ શેર કરી છે. 24 મેના રોજ શેર 1486.55 ના સ્તરે બંધ થયો હતો. વર્તમાન ભાવથી સ્ટોક 21 ટકાનું વળતર આપી શકે છે.
શેરખાને (Sharekhan) સ્ટ્રાઇડ્સ ફાર્મા સાયન્સ (Strides Pharma Science) પર 'BUY' રેટિંગ બનાવી રાખી છે. ટાર્ગેટ પ્રાઇઝને 900 રૂપિયાથી વધારીને 1,050 કરી દીધી છે. 24 મેના રોજ શેર 856.65ના સ્તરે બંધ થયો હતો. આ ભાવથી શેરમાં આગળ જતાં 17 ટકા સુધી રિટર્ન મળી શકે છે.
શેરખાને (Sharekhan) બાલકૃષ્ણ ઇંડસ્ટ્રીઝ (Balkrishna Industries) 'Hold' થી અપગ્રેડ કરીને 'BUY' કરી દીધી છે. તેને શેરનો ટાર્ગેટ રિવાઇઝ્ડ કરીને 3,195 રૂપિયા કરી દીધો છે. 24 મેના રોજ શેર 3040.55 ના સ્તરે બંધ થયો હતો. આ ભાવથી સ્ટોક 5 ટકા વળતર આપી શકે છે.
બ્રોકરેજે Zydus Lifesciences પર 'BUY' ની રેટિંગ બનાવી રાખી છે. ટાર્ગેટ પ્રાઇઝમાં 1200 રૂપિયાનો વધારો કર્યો છે. 4 મેના રોજ શેર 1075.90 ના સ્તરે બંધ થયો હતો. વર્તમાન ભાવથી તે 11.5% રિટર્ન આપી શકે છે.
(અહીં સ્ટોક્સમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)