વિરમગામમાં પથ્થરમારો, તો ઝાલોદમાં બુથ કેપ્ચરિંગનો પ્રયાસ, પોલીસે કર્યો લાઠીચાર્જ

Sun, 28 Feb 2021-5:39 pm,

મૌલિક ધામેચા, અમદાવાદ: આજે ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજ (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે વિરમગામ નગરપાલિકાની ચૂંટણીના બૂથ બહાર બે જૂથો વચ્ચે મારામારી અને પથ્થરમારો થયો છે તો બીજી તરફ ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે બુથ કેપ્ચરિંગનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

વિરમગામ નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન વખતે મારામારી અને પથ્થરમારાના દ્રશ્યો સર્જાયા હતા. વિરગામના વોર્ડ નંબર 8ના એમ જે હાઇસ્કૂલની બહાર ભાજપ અને અપક્ષ ઉમેદવારોના ટોળા વચ્ચે મારામારી થઇ હતી. 

મારામારીના દ્રશ્યો સર્જાતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિયાન પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પણ પડી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

આજે ગુજરાત (Gujarat) માં સ્થાનિક સ્વરાજ (Gujarat Local Body Election) ની ચૂંટણીના પગલે હાલ જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. 31 જિલ્લા પંચાયતો (District Panchayat), 231 તાલુકા પંચાયતો (Taluka Panchayat) અને 81 નગર પાલિકાની ચૂંટણીનું મતદાન શરૂ થયું છે. 

31 જિલ્લા પંચાયતની 980 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 

જ્યારે કે, 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર મતદાન શરૂ થઈ ગયું છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયત (Taluka Panchayat) ની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપ (BJP) ના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 81 નગરપાલિકાની ચૂંટણીનું પણ મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગર પાલિકાની 2720 બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. 2 માર્ચે ચૂંટણીનું પરિણામ આવશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link