Women’s Day 2021: સમય અને ઈતિહાસ પણ જેમના પર કરે છે ગર્વ, અહિલ્યાથી લઈને ઝાંસીની રાણી સુધીની વિરાંગનાઓની કહાની...
રાણી રુદ્રમા દેવી જેઓ કાકતીય વંશના મહિલા શાસક હતા. જેમને ભારતના ઈતિહાસમાં અમુક મહિલા શાસકોમાંથી એક છે. રાણી રુદ્રમા દેવીને પૂર્વી ગંગ રાજવંશથી અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમના શાસનની શરૂઆતમાં જ યાદવોનો સામનો કરવો પડ્યો હતો. ભારતમાં સમ્રાટોના રૂપમાં શાસન કરનારી બહુ જ ઓછી સ્ત્રીઓમાંથી એક જ રુદ્રમા દેવી.
રઝિયા, રઝિયા બેગમ અથવા રઝિયા અલ-દિન રાજકીય નામ જલ્લાત-ઉદ-દિન રઝિયા, જે સામાન્ય રીતે ઇતિહાસમાં રઝિયા સુલ્તાન તરીકે પ્રખ્યાત છે. તે ભારતીય ઉપખંડના ઉત્તર ભાગમાં દિલ્હી સલ્તનતની મુસ્લિમ શાસક (સુલતાન) હતી. તે દક્ષિણ એશિયાની પ્રથમ મહિલા શાસક હોવા માટે નોંધપાત્ર છે.
મરાઠા શાસિત ઝાંસીની રાણી અને 1857ની રાજ્યક્રાંતિની દ્વિતીય શહીદ વીરાંગના હતા.રાણી લક્ષ્મીબાઈ 29 વર્ષની ઉંમરે અંગ્રેજ સામ્રાજ્ય સામે યુદ્ધ કર્યું અને રણભૂમિમાં વીરગતિ પ્રાપ્ત કરી. રાણી લક્ષ્મીબાઈની વીરગાથા સાંભળીને આજે સૌ કોઈને તેમના પર ગર્વ થાય છે. અને દરેક સ્ત્રી માટે ઝાંસીની રાણી પ્રેરણાદાયી છે.
રાણી દુર્ગાવતી જે ભારતની એક પ્રસિદ્ધ વીરાંગના હતી. જેમને મધ્ય પ્રદેશના ગોંડવાના વિસ્તારમાં શાસન કર્યું હતું. તેમનો જન્મ 5 ઓક્ટોબર 1524માં કાલિંજરના રાજા પૃથ્વીસિંહ ચંદેલને ત્યાં થયો હતો અને તેમનું રાજ્ય ગઢમંડલા હતું. રાણી દુર્ગાવતીના લગ્નના ચાર વર્ષ બાદ ગૌડ રાજાનું મૃત્યુ થયું અને તે બાદ તેમને સ્વંમ શાસન કર્યું હતું. તેમના શાસન દરમિયાન રાજ્યમાં ખૂબ જ ઉન્નતિ થઈ હતી.
પંડિતા રમાબાઈ સરસ્વતી ભારતીય સમાજ સુધારક હતા. તેઓ મહિલાઓના શિક્ષણ અને ઉત્કર્ષ માટે અગ્રણી હતા. સંસ્કૃત વિદ્વાન તરીકે પંડિતા ખિતાબ મેળવનારા તેઓ પ્રથમ મહિલા હતા. તેઓ 1889ના કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેનારી 10 મહિલા પ્રતિનિધિઓ પૈકી એક હતા. 1890ના દશકના ઉત્તરાર્ધમાં તેમણે પુણે શહેરથી 40 માઇલ દૂર પૂર્વમાં કેડગાંવ ખાતે મુક્તિ મિશનની સ્થાપના કરી હતી.
રાણી પદ્મીની ચિતૌડની રાણી હતા. પદ્મિનીને પદ્માવતી નામથી પણ ઓળખાય છે. 12મી અને 13મી સદીની મહાન ભારતીય રાણી પદ્માવતીના સાહસ અને ત્યાગની ગૌરવગાથા ઈતિહાસમાં અમર છે . સિંહલ દ્વીપના રાજા ગંધર્વ સેન અને રાણી ચંપાવતીની દીકરી પદ્માવતીનો લગ્ન ચિતૌડના રાજા રતનસિંહ સાથે થયા હતા. રાણી પદ્માવતી ખૂબ સુંદર હતી અને તેમની સુંદરતા, તેમની સુંદરતાના વખાણ દૂર-દૂર સુધી હતા. પદ્માવતી પર કવિતા પણ લખેલી છે જેમાં બહુ સારી રીતે પ્રસ્તુત કર્યું છે.
ચાંદબીબી જેમને ચાંદ ખાતૂન અથવા તો ચાંદ સુલ્તાનાના નામથી પણ ઓળખવામાં આવે છે. ચાંદ બીબી એક ભારતીય મુસ્લિમ મહિલા હતાં. જેમને બીજાપુર અને અહમદનગરના સંરક્ષક તરીકે કામ કર્યું હતું. ચાંદ બીબીને સૌથી વધુ સમ્રાટ અકબરની મુગલ સેનાથી અહમદનગરની રક્ષા કરવા માટે જાણવામાં આવે છે.
સરધનાની બેગમ સમરુએ 85 વર્ષની ઉંમરે જે ઈતિહાસ રચ્યો તે અદ્વિતીય છે. ખાસ કરીને ત્યારે જ્યારે ભારતની રાજનીતિમાં કુચક્ર, ષડયંત્ર અને લૂંટ સામાન્ય ઘટનાઓ હતી. જ્યારે ખુદ બાદશાહ અને રાજાઓ પણ સુરક્ષિત ન હતા ત્યારે આ બેગમ સમરુએ ઈતિહાસ રચ્યો હતો.
આમ્રપાલી ખૂબ જ સુંદર સ્ત્રી હતા. તેમને કોઈ એકવાર જુવે તો મંત્રમુંગ્ધ થઈ જાય તેવી સુંદરતા હતી. આમ્રપાલીને લઈને ભારતીય ભાષાઓમાં અનેક કાવ્ય, નાયક અને ઉપન્યાસ લખાયેલા છે. આમ્રપાલીના સમયમાં તેમની શ્રદ્ધા, ભક્તિ અને મનની શુદ્ધિના કારણે નારીને સંઘમાં પ્રવેશ મળ્યો હતો.
અહિલ્યાબાઈ માળવા સામ્રાજ્યની રાણી હતા. જેમને પોતાના રાજ્યમાં અને ભારતભરમાં પ્રસિદ્ધ તીર્થો અને મંદિરો બનાવડાવ્યા હતા. તેમના સમયમાં કરેલા કામોના કારણે લોકો તેમને દેવી સમજતા હતા. તેમને લોકો માટે ખૂબ જ સરાહનીય કાર્યો કર્યા હતાં. અહિલ્યા બાઇએ આશરે 500 મહિલાઓની એક નાનકડી સૈન્ય રચી હતી.