સબમરીનથી ડુબેલી દ્વારિકા નગરીના દર્શન : દરિયાની નીચે મુસાફરોને શું શું બતાવશે, આ રહી માહિતી

Tue, 26 Dec 2023-4:26 pm,

ધાર્મિક અને સાંસ્કૃતિક ટુરિઝમ વધારવા માટે સરકાર અનેક પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. કાશી વિશ્વનાથ કોરિડોર અને મહાકાલ લોક કોરિડોર બાદ હવે સરકારે દ્વારકા કોરિડોર પર કામ કરશે. જે અંતર્ગત દરિયામાં ડુબી ગયેલી મૂળ દ્વારકા નગરીના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. જે અંતર્ગત સરકારની કંપની ડોક શિપયાર્ડની સાથે રાજ્ય સરકારે એમઓયુ કર્યાં છે. આ સાથે જ મૂળ દ્વારકા (બેટદ્વારકા) માં અરબ સાગરમાં મોટો કેબલ બ્રિજ બની રહ્યો છે. જેની શરૂઆત જન્માષ્ટમીના આસપાસ થઈ શકે છે. 

સબમરીન પ્રોજેક્ટની શરૂઆત આગામી વર્ષે જન્માષ્ટમી કે દિવાળી બાદ શરૂ કરવામાં આવી શકે છે. જોકે, અત્યાર સુધી સત્તાવાર જાહેરાત થઈ નથી. 

વાઈબ્રન્ટ સમિટમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, સબમરીન લોકોને સમુદ્રની નીચે 300 ફીટ સુધી લઈ જશે. જ્યાં તેઓ હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન કરાવશે. આ સબમરીન ટુર લગભગ બે થી અઢી કલાલની હશે. 

દ્વારકા દર્શન માટે ચલાવવામાં આવનારી સબમરીનનું વજન અંદાજે 35 ટન હશે અને આ સબમરીન પૂરી રીતે એર કન્ડિશન હશે. તેમાં એકસાથે 30 લોકો બેસી શકશે. દરેક સીટ વિન્ડો સીટ હશે. જેથી લોકો દરિયાઈ સૃષ્ટિને સરળતાથી જોઈ શકશે.   

સબમરીનમાં 24 મુસાફરો જ દર્શન માટે જઈ શકશે. કારણ કે, અન્ય 6 લોકો ક્રુ મેમ્બર્સ હશે. તેમાં 2 ડ્રાઈવર, 2 ગોતાખોર, એક ગાઈડ અને એક ટેકનિશિયન સામેલ હશે. 

મુસાફરોને ઓક્સિજન માસ્ક, ફેસ માસ્ક અને સ્કુબા ડ્રેસ આપવામા આવશે. સબમરીનમાં વીડિયો કોન્ફરન્સ જેવી સુવિધા હશે. જેનાથી સબમરીનમાં બેસીને સ્ક્રીન પર સામે થનારી હલચલને જોઈ શકશો અને રેકોર્ડ કરી શકશો.

દ્વારકા દર્શન માટે સબમરીનનું હાલનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારે અત્યાર સુધી ભાડાની જાહેરાત કરી નથી. પંરતુ કહેવાય છે કે, તેનું ભાડું મોંઘું હોઈ શકે છે. સામાન્ય લોકોને ઘ્યાનમાં રાખીને સરકાર તેમાં સબસીડી આપી શકે છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link