મામા પાસેથી ઉછીના લીધેલા રૂપિયાથી બિઝનેસ કર્યો, 24 વર્ષની ઉંમરમાં સુરતી યુવકે કરોડોનો નફો રળતી કંપની ઉભી કરી

Fri, 24 Sep 2021-11:55 am,

24 વર્ષના કુણાલ રૈયાણી સુરતના પુણા ગામ વિસ્તારમાં પોતાની કંપની ધરાવે છે. વર્ષ 2015માં સુરત ગાંધી કોલેજથી એન્જિનિયરિંગ કર્યા બાદ તે માત્ર સાડા છ હજાર રૂપિયાની નોકરી કરતો હતો. ચાલુ શિક્ષણ દરમિયાન 11 મહિના સુધી તેણે નોકરી કરી. પરંતુ નોકરી કર્યા બાદ તેને વેપાર કરવાનો વિચાર આવ્યો. પરંતુ રત્નકલાકારનો પુત્ર હોવાના કારણે આર્થિક રીતે મજબૂત નહોતો. તેથી મામા પાસે ઉછીના બે લાખ રૂપિયા લીધા. આ રૂપિયાથી તેણે એક મશીન ખરીદ્યું, જેના પર કુરતી બનાવવાનો વ્યાપાર શરૂ કર્યો હતો. 

પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી હોવાથી કુણાલ બિઝનેસનો વિચાર પણ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. આર્થિક તંગી વચ્ચે રત્ન કલાકાર પિતાએ તેને એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરાવ્યો. પરંતુ પિતાની મહેનત દીકરાએ રંગ લાવી અને તેમની છાતી ગર્વથી ફુલાવી દીધી. આજે તેની પાસે 100 જેટલા મશીનો છે અને 100 જેટલા કર્મચારીઓ ધરાવે છે. ઈ-કોમર્સ સાથે સંકળાયેલી મોટી કંપનીઓમાં તેની કંપનીમાં બનાવેલી કુર્તીઓનું વેચાણ કરે છે. વોકલથી લોકલને સાર્થક કરતાં કુણાલ રૈયાણી સુરતના નાના નાના ઉદ્યોગો અને ઉદ્યોગકારો માટે ટીચિંગ આપી રહ્યાં છે. અત્યાર સુધીમાં 100થી પણ વધુ નાના ધંધા રોજગારવાળા લોકો ઈ-કોમર્સ બિઝનેસ સાથે જોડાઇ ચૂક્યાં છે. જેથી નાના ધંધા રોજગારવાળા પણ ઈ-કોમર્સ બિઝનેસનો લાભ લઇ શકે. કોરોનાકાળમાં કુણાલ રૈયાણી પોતાના કર્મચારીઓની મદદે આવ્યા હતા. લોકડાઉનમાં તેમણે પોતાના તમામ કર્મચારીઓને પગાર આપ્યો હતો. ધંધો બંધ છે તેની પરવાહ કર્યા વગર તેમણે પોતાના કર્મચારીઓને સાચવ્યા હતા.

આ અંગે કુણાલે જણાવ્યું હતું કે, યુવાનોને કહીશ કે ક્યારેય પણ ન વિચારો કે તમારી પાસે પૈસા નથી. તેના કારણે તમે વ્યાપાર કરી શકતા નથી. જો મનોબળ સક્ષમ હોય તો બધું જ થઈ શકે છે. હું આજે 24 વર્ષની ઉંમરમાં 10 કરોડના ટર્નઓવર ધરાવતી કંપનીનો માલિક છું અને ભવિષ્યમાં ઇ-કોમર્સ ક્ષેત્રેમાં વધુ કરવા ઈચ્છું છું. જેથી અન્ય લોકોને પણ આત્મનિર્ભર બનાવી શકું. મારા પરિવારમાં આજદિન સુધી કોઇએ પણ વેપાર કર્યો નથી. પિતા રત્ન કલાકાર હતાં અને પરિવારનો કોઈપણ સભ્ય ટેક્સટાઇલથી જોડાયેલો પણ નહોતો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link