Success Story : ગરીબ પિતાનો પરિશ્રમ ન ભૂલ્યા દીકરા, સંકોચ વગર નાનકડી દુકાન પર કરે છે મદદ

Fri, 27 Aug 2021-9:09 am,

મન હોય તો માળવે જવાય એ કહેવત ખૂબ જૂની છે. સાવરકુંડલામા રહી પંચર નો વ્યવસાય કરતા વિનુભાઈએ તેમના બંને દીકરાને પંચરનું કામ કરતા કરતા ભણાવ્યા છે અને એક દીકરો કેવલ હાલ નેવીમાં છે. તો એક દીકરો દર્શન હાલ તબીબી અભ્યાસ કરી રહ્યો છે. તેમના પિતા સાવરકુંડલામાં નાની એવી પંચર અને પાનની દુકાન ધરાવે છે. તેમના સંતાનો રજા પર આવે તો દુકાન સાંભળી લે છે અને ડોક્ટર અને નેવીમાં નોકરી કરતા આ બંને દીકરાઓ પાન, મસાલા અને પંચરનો વ્યવસાય કરી તેના પિતાને મદદરૂપ થઈ રહ્યા છે.

સાવ ગરીબ પરિવારમાંથી આવતા આ બંને દીકરાઓને પિતાની નાનકડી દુકાનમાં કામ કરવામા જરા પણ સંકોચ નથી અનુભવાતો. તેમના પિતાએ પંચર કરીને બંનેને ભણાવ્યા છે તેવુ તેઓ હંમેશા યાદ રાખે છે. બંને દીકરાઓએ સાબિત કરી બતાવ્યું કે તેઓ ખરા અર્થમાં તેમના દીકરા છે.

વિનુભાઈની ઈચ્છા હતી કે, તેમના બંને દીકરાને સારું ભણતર ભણાવીને આગળ લાવવા. તેમના દીકરાઓએ આ સપનુ પૂરુ કરતા તેમની ખુશી બેવડાઈ છે. બંને દીકરાઓ જ્યારે સાવરકુંડલા તેમના વતન આવે છે ત્યારે પાન મસાલાની દુકાન અને પંચરની દુકાને કામ કરે છે. 

સાવરકુંડલા શહેરમાં રહેતા વિનુભાઈ ગોસ્વામીના પરિવારમાં હાલ ખુશીનો માહોલ છવાયો છે. પિતા વિનુભાઈએ બંને દીકરાઓને અભ્યાસ કરાવી અને દીકરાઓની જિંદગી સુધારી દીધી છે. બંને દીકરા અભ્યાસમાં પહેલેથી જ હોશિયાર હતા અને પિતા વિનુભાઈનું સપનું હતું કે એક સંતાનને ડોક્ટર બનાવો છે તો બીજો સંતાન પણ ઇન્ડિયન નેવીમાં નોકરી કરે છે. આમ બંને સંતાનો એ પિતા વિનુભાઈ ની ઈચ્છા પૂરી કરી દીધી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link