એક સમયે દાદા સાથે વેચતા હતા સાડીઓ, આજે છે 17 હજાર કરોડના માલિક

Thu, 29 Nov 2018-9:14 am,

કિશોર બિયાણીનો જન્મ મધ્યમવર્ગીય પરિવારમાં રાજસ્થાનમાં થયો હતો. તેમના દાદા પણ રાજસ્થાનથી મુંબઇમાં ધોતી અને સાડીઓનો બિઝનેસ કરતા હતા. મુંબઇથી ફક્ત 22 વર્ષની ઉંમરે કિશોર બિયાણીએ ટ્રાઉઝર બનાવવાનું કામ શરૂ કરી દીધું. જે ચાલી ગયું. તેમની કંપની પેટાલૂન પુરી દુનિયામાં બિઝનેસ કરી રહી છે. 

22 વર્ષના થતાં જ ઘરવાળાઓએ રાઠી પરિવારની સંગીતા સાથે તેમના લગ્ન કરી દીધા. ટ્રાઉઝરનું કામ શરૂ કર્યું, તે ચાલી ગયું. 1987 સુધી નવી કંપની મેન્સ વિયર પ્રા.લિ. શરૂ કરી. તેમાં પેંટાલૂનના નામે વેચતા હતા. આ નામ એટલા માટે પસંદ કરવામાં આવ્યું કારણ કે આ ઉર્દૂ શબ્દ પતલૂનની આસપાસનો હતો. તેનું સિલેક્ટેડ દુકાનો પર જ વેચાણ થતું હતું. 1991માં ગોવામાં પેંટાલૂન શોપ શરૂ કરી અને 1992માં શેર બજારમાંથી પૈસા એકઠા કરીને બ્રાંડ ઉભી કરી દીધી. ત્યારથી આ સતત આગળ વધી રહી છે. 

4-15 વર્ષની ઉંમરમાં જ કિશોર બિયાણી મુંબઇના સેંચુરી બજારમાં જવા લાગ્યા હતા. અભ્યાસમાં ખાસ ન હતા. પિતા અને બે કાકાના ભાઇઓ સાથે કામ કરતા હતા, પરંતુ તેમના કામનો એપ્રોચ કિશોર બિયાણીને પસંદ ન હતો. ત્યારે પોતે જ મિલ નાખીને સ્ટોનવોશ વેચવાનું શરૂ કર્યું. મુંબઇની નાની દુકાનો પર તે તેને વેચતા હતા. ત્યારે તેમના સ્ટોરને ટ્રેડ બોડીમાં પણ સામેલ કરવામાં આવતો ન હતો. 

કિશોર બિયાણીને કામ સિવાય બીજું કંઇ સુઝતું ન હતું. જો સંયોગથી ક્રિકેટ મેચ જોવા જવાનું થતું તો પેવેલિયન કિટિલ લેવાના બદલે સસ્તી ટિકિટ લેતા હતા. તે લોકોના ટેસ્ટને જાણવા માટે ભીડમાં જઇને બેસતા હતા. ગ્રાહકની પસંદ જાણવા માટે દરેક મુશ્કેલીઓ સહન કરી લેતા હતા. તે લોકોની જરૂરિયાતો પર ધ્યાન આપીને સમજી લે છે કે ગ્રાહક તેમાંથી કેટલા ખર્ચ કરી શકે છે. આજે પણ પોતાની ફેંચાઇઝી સ્ટોરમાં જઇને બેસી જાય છે અને લોકોની ખરીદીની પેટર્ન જોતા રહે છે. 

એક બદલાતો ટ્રેંડ જે કિશોર બિયાણીએ નોટ કર્યો, તે છે નાના શહેરોમાં પણ યુવાનો આજકાલ જીંસ પહેરીને મંદિર વગેરે જાય છે, જ્યારે પહેલાં આમ ન હતું. તે હંમેશા કંઇક નવું કરવાનું વિચારતા રહે છે. 

વર્ષ 2001માં કિશોર બિયાણીએ રિટેલ ચેન બિગ બજારની શરૂઆત કરી. આ બ્રાંડ નામ હેઠળ ફ્યૂચર ગ્રુપ, ફૂડ બજાર અને ફેશન એટ બિગ બજાર પણ ચાલે છે. આ ઉપરાંત બ્રાંડ ફેક્ટરી, હોમ ટાઉન, સેંટ્રલ અને ઇઝોન જેવા આઉટલેટ્સ પણ ફ્યૂચર ગ્રુપના છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link