આ છોકરો છે ભવિષ્યનો અંબાણી-અદાણી! એકલા હાથે ઉભી કરી 9,800 કરોડની કંપની, ગુજરાત સાથે કનેક્શન

Fri, 23 Aug 2024-12:49 pm,

ભારત અરબપતિઓનું ઘર છે. દર વર્ષે અરબપતિઓની સંખ્યા વધી રહી છે. મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા અરબપતિઓ વિશે તો સૌ જાણે છે. પરંતું તેમાં કેટલાક યંગ આંત્રપ્રિન્યોર છે, જે બહુ તેજીથી આગળ વધી રહ્યાં છે. આવામાં એક નામ છે પર્લ કપૂર. માત્ર 27 વર્ષના ઉંમરમાં તેણે અરબપતિનું ટેગ હાંસિલ કર્યું છે. 

જે ગતિએ ભારતની અર્થવ્યવસ્થા ખીલી રહી છે તે જ ગતિએ દેશમાં સ્ટાર્ટઅપ્સનું સર્જન થઈ રહ્યું છે. યુવા ઉદ્યોગ સાહસિકો સફળતાની નવી ગાથા લખી રહ્યા છે. 27 વર્ષીય પર્લ કપૂરે એક નવી સક્સેસ સ્ટોરી લખી છે. તેણે માત્ર 27 વર્ષની ઉંમરમાં જ અબજપતિઓની યાદીમાં પોતાનો સમાવેશ કર્યો. તેના સ્ટાર્ટઅપ Zyber 365 ને ત્રણ મહિનામાં યુનિકોર્ન બનાવ્યું.

પર્લએ મે 2023માં તેનું સ્ટાર્ટઅપ Zyber 365 શરૂ કર્યું હતું. તેમની કંપની વેબ3 અને AI-આધારિત OS સ્ટાર્ટ-અપ છે. પર્લનો આઈડિયા માર્કેટમાં આવતાની સાથે જ તેણે રિટેલ સેક્ટરમાં હલચલ મચાવી દીધી અને માત્ર ત્રણ મહિનામાં જ Zyber 365 યુનિકોર્ન કંપની બની ગઈ. કંપનીનું મૂલ્યાંકન 1.2 અબજ ડોલર (લગભગ રૂ. 9840 કરોડ) છે.

પર્લ લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીમાંથી ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગમાં સ્નાતક કર્યું. ત્યાર બાદ એન્ટિઅર સોલ્યુશન્સમાં નાણાંકીય સલાહકાર અને બિઝનેસ સલાહકાર તરીકે કામ કર્યું. બાદમાં પોતાનો વ્યવસાય શરૂ કર્યો. તેને ખબર હતી કે આવનારો સમય AI નો છે, તેથી તેણે આ દિશામાં પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું. મે 2023માં તેણે પોતાની કંપની Zyber 365 શરૂ કરી. પર્લ બ્લોકચેન, AI અને સાયબર સિક્યોરિટીને જોડીને એક પરફેક્ટ સોલ્યુશન બનાવવા માંગતી હતી.  તેણે Zyber 365 દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કર્યું.

પર્લ એ AI સોલ્યુશન્સ સાથે કંપનીની શરૂઆત કરી હતી. કંપનીની હેડ ઓફિસ લંડનમાં રાખવામાં આવી છે, જ્યારે કામગીરી અમદાવાદમાં ચાલે છે. માત્ર ત્રણ મહિનામાં જ તેમની કંપનીનું વેલ્યુએશન 1.2 બિલિયન ડોલર એટલે કે 9840 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે પર્લ કપૂરની નેટવર્થ વધીને 1.1 બિલિયન ડોલર (રૂ. 9129 કરોડ) થઈ ગઈ છે. 

તેમની કંપની એશિયામાં સૌથી ઝડપથી વિકસતી યુનિકોર્ન બની. કંપનીમાં 90% શેર પર્લ પાસે છે, 8.3% શેર Sram & Mram ગ્રુપ પાસે છે, જે કૃષિ આધારિત કંપની છે જેણે કંપનીમાં 100 મિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link