નણંદ-ભાભીનું સ્ટાર્ટઅપ, સુરતીઓને ટેસ્ટી ચીઝ કેક બનાવીને ખવડાવે છે
એમબીએ ડિગ્રી ધરાવનાર લોકો શાનદાર નોકરી કરતા હોય છે. પરંતુ સુરતની કાજલ સોની પોતાની ભાભી નિશા નવસારીવાળા સાથે મળીને હાલ સુરત આરટીઓ નજીક ફૂટપાથ પર અલગ અલગ પ્રકારના ચીઝ કેક વેચી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે.
લોકો વિચારતા હશે કે એમબીએ કર્યા બાદ શા માટે ચીઝ કેક બનાવીને તેઓ ફૂટપાથ વેચી રહ્યાં રહ્યા હશે? અમે તમને જણાવી દઈએ કે એમબીએ કરનાર કાજલ સોની લગ્ન પહેલા બેંકમાં નોકરી કરતા હતા, પરંતુ લગ્ન થયા બાદ જ્યારે બાળકો આવ્યા ત્યારે તેને નોકરી છોડી દીધી હતી અને પોતાનો સંપૂર્ણ સમય પરિવાર અને બાળકોને આપતી હતી.
હવે કાજલે આત્મનિર્ભર થવાનું વિચાર્યું અને તેમની મદદ માટે તેની ભાભી સાથે આવી ભાભીએ યુટ્યુબ પર જોઈ અલગ અલગ પ્રકારે કઈ રીતે ચીઝ કેક બનાવી શકાય તેની શરૂઆત કરી બંને બાળકોને પણ સભાળે છે અને ઘરની સાથો સાથ દિવસ દરમિયાન ચીઝ કેક બનાવી સાંજે તેનું વેચાણ સુરતમાં આરટીઓ પાલ ખાતે કરે છે.