ગ્રહોના રાજા સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં કરશે પ્રવેશ, આ જાતકોને મળશે ભાગ્યનો સાથ, જીવનમાં થશે પ્રગતિ
આત્માના કારક સૂર્ય જલ્દી મેષ રાશિમાં પ્રવેશ કરવાના છે. તેવામાં મેષ સહિત આ જાતકોને વિશેષ લાભ મળી શકે છે. 14 એપ્રિલે સૂર્ય પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરવાના છે. જ્યાં પર 15 મે સુધી રહેવાના છે. સૂર્ય મેષ રાશિમાં જવા પર 12 રાશિઓના જીવનમાં કોઈને કોઈ પ્રકારે સકારાત્મક પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના સ્વામી મંગળ અને સૂર્યની સાથે મિત્રતાનો ભાવ છે. આ સાથે સૂર્યની ઉચ્ચ રાશિ મેષ રાશિ છે. આવો જાણીએ સૂર્યના મેષ રાશિમાં પ્રવેશ કરવાથી કયાં જાતકોને લાભ મળશે...
મેષ રાશિમાં સૂર્ય લગ્ન ભાવમાં પ્રવેશ કરવાના છે. તેવામાં આ રાશિના જાતકોને અન્ય રાશિની તુલનામાં વધુ લાભ મળવાનો છે. આ સાથે ગુરૂ પણ આ રાશિમાં બિરાજમાન છે. તેવામાં આ રાશિના જાતકોને સુખ-સમૃદ્ધિ, ધન-એશ્વર્યની પ્રાપ્તિ થશે. આ સાથે લાંબા સમયથી અટવાયેલા કામ પૂરા થશે અને પરિવાર સાથે સમય પસાર થશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. પરીણિત લોકો માટે સમય સારો રહેશે. તમને કાર્યક્ષેત્રમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે.
આ રાશિમાં સૂર્ય અગિયારમાં ભાવમાં ગોચર કરી રહ્યાં છે. આ ભાવને આવક, નાણાલીય લાભ અને પ્રસિદ્ધિનો કારક માનવામાં આવે છે. તેવામાં આ જાતકોને નાણાકીય મામલામાં લાભ મળવાનો છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ સાથે તમારા કામને જોતા નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે. ભાઈ-બહેન સાથે સારો સમય પસાર થશે. સમાજમાં તમારૂ માન-સન્માન વધશે. તમે તમારી વાણીના કૌશલથી ખુબ પ્રસિદ્ધિ હાસિલ કરી શકો છો.
આ રાશિમાં સૂર્ય છઠ્ઠા ભાવમાં ગોચર કરી રહ્યાં છો. તેવામાં આ જાતકોને રોગ-દોષથી છુટકારો મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં તમને સફળતા મળી શકે છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે, જેનાથી તમે સારી દિશામાં ચાલી શકશો. આ સાથે નોકરી બદલવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. આ સિવાય જીવનમાં ઘણી મોટી ખુશીઓ આવી શકે છે.