6 દિવસ બાદ ગ્રહોના રાજા સૂર્યનું ગોચર, કર્ક રાશિમાં પ્રવેશ કરી આ જાતકોને આપશે લાભ
Surya ka Kark Rashi me Gochar 2023 : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહનું પોતાનું એક વિશેષ મહત્વ હોય છે. માન્યતા છે કે ગ્રહ જ્યારે પોતાનું રાશિ પરિવર્તન કરે છે તો તેનો પ્રભાવ દરેક રાશિઓ પર જોવા મળે છે. આ વખતે 17 ડુલાઈએ સૂર્ય મિથુન રાશિથી નિકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. તેવામાં કેટલાક રાશિના જાતકોને સૂર્ય ગોચરનો લાભ મળવાનો છે તો કેટલાક જાતકો પર નકારાત્મક અસર જોવા મળશે. સૂર્ય ગોચર કરીને દરેક રાશિમાં એક મહિના સુધી રહે છે. કર્ક રાશિમાં સૂર્ય અને ગુરૂ એકબીજાથી કેન્દ્ર સ્થાનમાં હશે. જ્યારે સૂર્યની સાથે બુદનો સંયોગ કરવાથી કર્ક રાશિમાં બુધાદિત્ય રાજયોગ પણ બનશે. જાણો સૂર્ય ગોચરથી ક્યા જાતકોને લાભ મળશે.
સૂર્ય અને બુધની યુતિથિ બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. કન્યા રાશિમાં આ રાજયોગનો શુભ પ્રભાવ જોવા મળશે. કન્યા રાશિના જાતકોને અચાનક ધનલાભ થઈ શકે છે. જો કોઈ જૂનું રોકાણ કરેલું છે તો તેનાથી લાભ થશે. સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. આવકમાં વધારાનો યોગ બની રહ્યો છે. આર્થિક સ્થિતિ સંતુલિત રહેશે.
કર્ક રાશિમાં સૂર્ય ગોચર કરવાથી સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગના પ્રભાવથી કર્ક રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. આ દરમિયાન કર્ક રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે. ભાગીદારીમાં જો કોઈ વ્યવસાય કરી રહ્યાં છો તો તેના સારા પરિણામ મળશે. ગોચરના સમયમાં જીવન સાથીની પણ પ્રગતિ થશે. વૈવાહિક જીવનમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે.
મેષ રાશિના જાતકો માટે પણ સૂર્યનું આ ગોચર અને કર્ક રાશિમાં બની રહેલો બુધાદિત્ય રાજયોગ શુભદાયક સાબિત થવાનો છે. મેષ રાશિના જાતકોને વધુ સુખ-સુવિધાઓ પ્રાપ્ત થશે. વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે. આ દરમિયાન વાહન ચલ-અચલ સંપત્તિ કે અન્ય મહત્વપૂર્ણ વસ્તુની ખરીદી કરી શકો છો. પૈતૃક સંપત્તિથી લાભ પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ સરકારી પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને લાભ મળશે.