અંતરિક્ષમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ માટે જીવન-મરણનો સવાલ, કલ્પના ચાવલા જેવું થવાનો ખતરો
બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં ખરાબીના કારણે સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર લગભગ અઢી મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ફસાયેલા છે. યુએસ સ્પેસ એજન્સી નાસા પરત ફરવા માટે સ્પેસએક્સના ક્રૂ ડ્રેગનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહી છે. એટલે કે તેમની વાપસી આગામી સમયમાં થવાની શક્યતા છે. પરંતું આ વચ્ચે એક મોટી ખબર આવી છે અને એ ખબર સુનિયા વિલિયમ્સના સ્વાસ્થયને લઈને છે. સુનિયા વિલિયનમ્સ અને બુચ વિલ્મોર બે મહિનાથી સ્પેસ સ્ટેશનમાં ફસાયેલા છે. ત્યારે હવે તેમની પાસેનું ઓક્સિજન પૂરું થઈ જાય તેવી બીક લાગી રહી છે.
એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે કે, સુનિતા વિલિયમ્સ અને બેરી વિલ્મોર હવે એવી સ્થિતિમાં ફસાઈ શકે છે જેનાથી તેના જીવન મરણનો પ્રશ્ન ઉભો થઈ શકે છે. અમેરિકન સૈન્ય અંતરિક્ષ કેટેગરીના પૂર્વ કમાન્ડર રુડી રિડોલ્ફીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, જો સ્ટારલાઈન અંતરિક્ષ યાન ખોટા ખૂણા પર પૃથ્વીમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે તો તે વાયુમંડળથી ટકરાઈને ફરીથી કક્ષામાં જ જઈ શકે છે.
રિડોલ્ફીએ કહ્યું કે, આવી સ્થિતિમાં સુનિયા અને બુચ માત્ર 96 કલાકના ઓક્સિજન સપ્લાય સાથે ફસાયેલા રહી શકે છે. આ જ બે પરિસ્થિતિ ઘટી શકે છે. રિડોલ્ફીએ કહ્યું કે, એક અન્ય શક્યતાઓમાં સ્પેસક્રાફ્ટ ખોટી એલાઈનમેન્ટને કારણે પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરવામાં અસફળ હોઈ શકે છે. જો આવું થાય તો સ્ટાલઈન અનિશ્ચિત કાળ માટે અંતરિક્ષમાં જ ફસાયેલું રહેશે.
અંતિમ શક્યતાઓ એમ પણ છે કે, રિડોલ્ફીએ ચેતવણી આપી હતી કે જો કેપ્સ્યુલ યોગ્ય રીતે લાઇન અપ ના કરે તો તે પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ વખતે સળગી શકે છે. અથવા અવકાશમાં પાછા ફેંકી શકે છે. તેમણે ત્રણ પ્રકારના જોખમો દર્શાવ્યા છે. પ્રથમ સંભવિત ખતરો એ છે કે જો કેપ્સ્યુલ ખોટા ખૂણા પર પ્રવેશ કરે છે તો તે વાતાવરણમાંથી ઉછળીને અવકાશમાં પાછા આવી શકે છે. એ સમયે સ્ટારલાઈનર પાસે માત્ર 96 કલાક ઓક્સિજન અને ખરાબ થ્રસ્ટર્સ હશે. અવકાશયાત્રીઓ પછી અવકાશમાં અટવાઈ જશે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં લગભગ અઢી મહિનાથી અટવાયેલી નાસાની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહી છે. નાસાના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ, તેમના સહયોગી કમાન્ડર બેરી વિલ્મોર સાથે જૂનની શરૂઆતમાં બોઇંગના સ્ટારલાઇનરમાં અવકાશમાં ગયા હતા. બંને એક અઠવાડિયું વિતાવ્યા બાદ પૃથ્વી પર પાછા ફરવાના હતા પરંતુ બોઈંગના સ્ટારલાઈનરમાં ખરાબીના કારણે તેમના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે. નાસાએ તાજેતરમાં અહેવાલ આપ્યો છે કે પરત ફરવામાં 2025 સુધી વિલંબ થઈ શકે છે. દરમિયાન, નવા અહેવાલો સૂચવે છે કે સુનિતા વિલિયમ્સને ISS પર આંખની સમસ્યા છે.