સુરતના આગકાંડનો ભોગ બનેલા 22 વિદ્યાર્થીઓને રાજ્યમાં ઠેર ઠેર કેન્ડલ માર્ચ કાઢીને અપાઈ શ્રદ્ધાંજલિ
સુરતમાં ગઈ કાલે તક્ષશીલા આર્કેડમાં બનાવ બન્યો જેમાં ભારતનું ભવિષ્યના ઘડતરમાં સહભાગી થનાર વિધાર્થીઓ ભયાનક આગમાં હોમાઈ ગયા હતા તે ઘટનાએ રાજ્ય અને દેશભરમાં કામકમાટી પેદા કરી દીધી હતી.
કોઈકની દીકરી કોઈકનો દીકરો તંત્રની બેદરકારીનો ભોગ બન્યા છે ત્યારે તેમની આત્માને શાંતિ મળે તેને લઈને હિમતનગરના મોતીપુરા વિસ્તારમાં ૧૯૬૨ ધ્વારા શ્રદ્ધાંજલિનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 108,1962,ખીલખીલાટના કર્મચારીઓ ફાયર વિભાગ,પાલિકાના ચીફ ઓફિસર અને તે વિસ્તારના કોર્પોરેટર સાથે દીકરીઓએ મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપી હતી.
પાટણમાં પણ સેવાભાવિ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ ને શ્રદ્ધાંજલિ અપાઈ. પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત ભાજપ ના આગેવાનોએ કેન્ડલ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિ. પાટણના બગવાડા દરવાજા ખાતે કાર્યક્રમ હતો.
અમદાવાદમાં પણ અંકુર ચાર રસ્તા પાસે વિદ્યાર્થીઓના આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરતની આ કાળજુ કંપાવી નાખે તેવી ઘટનામાં 22 આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યાં.