તમારા ભઈલુંને ડ્રગ્સથી રહેવાનું શીખવશે આ રાખડી, સુરતમાં બની અનોખી રાખી
આજનો યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યો છે ત્યારે આવા યુવાનોને બચાવવા માટે સુરતના જવેલર્સ માલિકે અનોખો પ્રયાસ કર્યો છે. જેમાં સુરતના લક્ષ ગોલ્ડ નામના જવેલર્સ દ્વારા સોના, ચાંદીની યુનિક રાખડી તૈયાર કરી છે. રક્ષાબંધન પર્વ પર દરેક બહેન પોતાના ભાઈના હાથે રાખડી બાંધી તેમના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે. તેમનો ભાઈ હંમેશા પોતાના જીવનમાં આગળ વધે અને હંમેશા વ્યસનોથી દુર રહે તેવી મનોકામના કરતી હોય છે. ત્યારે આ જવેલર્સ દ્વારા નો ડ્રગ્સ અને સ્ટોપ ડ્રગ્સના સ્લોગન લખીને રાખડી બનાવાઈ છે. હાલ તો આ રાખડી બહેનોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. કારણ કે આ રાખડી બાંધીને બહેન પોતાના ભાઈ પાસે ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનું વચન માંગશે. આવી રાખડી બનાવવાનો હેતુ એ જ છે કે જ્યારે કોઈપણ ભાઈ પોતાના હાથમાં આ રાખડી જોશે ત્યારે તેને યાદ રહેશે કે ડ્રગ્સથી દૂર રહેવાનું છે.