Yoga Day : સુરતીઓએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો : 12 કિમી લાંબા રોડ પર દોઢ લાખ લોકોએ એકસાથે યોગ કર્યા

Wed, 21 Jun 2023-11:13 am,

આજે 21મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજયકક્ષાની ઉજવણી સુરત ખાતે કરાઈ છે. ગુજરાતમાં 9માં યોગ દિવસનું આયોજન ભવ્ય બન્યુ હતું. જેમાં 1 લાખ 45 હજારથી વધુ લોકો યોગ દિવસમાં જોડાયા હતા. વાય જંક્શનથી પાર્લે પોઇન્ટ અને બીજી બાજુ વાય જંક્શનથી બ્રેડ લાઇનર સર્કલ સુધી લોકો હાજર રહ્યા.  

આ ભવ્ય સમારોહ માટે કુલ 125 બ્લોક બનાવાયા હતા, એક બ્લોકમાં એક હજાર લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ હતી. દરેક બલોકમા એક સ્ટેજ અને એક એલઈડી મૂકાઈ હતી. આ કાર્યક્રમ 12 કિમીના રસ્તા પર યોજાયો. આ બંને રસ્તા સુરતના આઇકોનિક રોડ છે. જેમાં 1 લાખ 45 હજાર લોકો એક સાથે યોગ કરી ગીનીશ બુક ઓફ રેકોર્ડ સર્જયો. 

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે... ત્યારે વિશ્વભરના દેશોમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના રાજ્યકક્ષાના કાર્યક્રમની સુરતમાં ઉજવણી કરવામાં આવી. જેમાં વિશ્વ વિક્રમ પણ સર્જાયો. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઊજવણી નિમિત્તે સુરત ખાતે યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1.25 લાખ નાગરિકો એકસાથે એક જ સ્થળે યોગાભ્યાસમાં જોડાઇને વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

વિશ્વભરમાં દર વર્ષે 21મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય' ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.

વિશ્વ યોગ દિવસ પર પ્રધાનંત્રી મોદીએ દેશની જનતાને ખાસ સંબોધન કર્યું. દર વર્ષ પ્રધાનમંત્રી મોદી દેશમાં અલગ-અલગ સ્થળે યોગ કરે છે. પરંતુ આ વર્ષે તેઓ અમેરિકાના પ્રવાસે છે. જેથી તેમણે વર્ચ્યુઅલી સંબોધન કર્યું. પ્રધાનમંત્ર મોદીએ કહ્યું કે કર્મમાં કુશળતા જ યોગ અને આજે દરેક લોકોએ યોગને તેમના જીવનનો ભાગ બનાવે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, યોગ એક એવી વિચારધારા છે જેને આખી દુનિયાએ અપનાવી. યોગ આજે ગ્લોબલ સ્પિરિટ બની ગયું છે. 

મહત્વનું છે કે, વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના સ્વીકાર થતા 2015થી અલગ-અલગ થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link