સુષમા સ્વરાજને અહીંના પુરી-શાક ખુબ જ પસંદ હતા, ખાસ તેમના માટે આવતું ટિફિન, જુઓ Pics...

Thu, 08 Aug 2019-6:14 pm,

કાલકા પુરીવાળા અહીં 1957થી દુકાન ચલાવી રહ્યાં છે. એટલે કે જ્યારે સુષમા સ્વરાજ માત્ર 5 વર્ષના હતા ત્યારથી અહીં આ દુકાન માલિક અહીં પુરી-શાક વેચવાનું કામ કરી રહ્યાં છે. દુકાન માલિકે તે દિવસોને યાદ કરતા કહ્યું કે, સુષમા સ્વરાજે અહીનું પુરી-શાક ખુબ જ પસંદ હતું. બાળપણમાં તેમને અહીના પુરી-શાકનો એવો સ્વાદ લાગ્યો કે પછી જીવનભર ના ઉતર્યો.

દુકાન માલિકે જણાવ્યું કે, માત્ર અંબાલા જ નહીં પરંતુ આસપાસની જગ્યાઓમાં જ્યારે પણ તેઓ આવતા ત્યારે અહીંથી તેમના માટે પુરી-શાક મોકલવામાં આવતા હતા. વધુમાં દુકાન માલિકે જણાવ્યું કે, પંજાબ ચૂંટણી દરમિયાન ક્યારેક તેઓ ટ્રેનથી પણ સુષમાજી પંજાબ જતા ત્યારે તેમના સ્ટાફમાંથી રાજુ સિંહ નામના એક વ્યક્તિનો હમેશાં ફોન આવતો અને સામેથી એક જ મેસેજ આવતો કે, મેડમની ગાડી સ્ટેશન પર આવી રહી છે, પુરી-શાક મોકલાવી દેજો.

વિદેશ મંત્રી બન્યા બાદ એક વખત તેમણે ઇન્ટરવ્યૂમાં પણ સુષમાજીએ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, તેઓ જ્યારે પણ અંબાલા જાય છે ત્યારે ત્યાંનું પુરી-શાક જરૂરથી ખાય છે.

પુરી-શાકના દુકાન માલિકે જણાવ્યું કે, જ્યારે પણ સુષમાજી અંબાલા અથવા પંજાબના કોઇપણ વિસ્તારમાં કામના અર્થે આવતા ત્યારે તે સમયે તેમના માટે એક ખાસ ટિફિન અહીથી પેક કરીને મોકલાવવામાં આવતું હતું.

ખાસ પળોને યાદ કરતા દુકાન માલિકે કહ્યું કે, આ શહેરની ત્રણ પેઢીઓ સાથે સુષમાજીના સંબંધ હતા. તેઓ કોઇના માટે બહેન તો કોઇના માટે દીકરી હતા, જ્યારે 3 પેઢી માટે તો ફોઇ હતા. અંબાલાના લોકો માટે સુષમાજીને પણ એક અલગ જ સ્નેહ હતો.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link