સુષ્મિતા સેન અને લલિત મોદીનું રિલેશન હોટ ટોપિક બન્યો, જાણો તેમની ઈન્ટ્રસ્ટિંગ લવ સ્ટોરી

Fri, 15 Jul 2022-12:53 pm,

સુષ્મિતા સેન અને લલિત મોદીની રિલેશનશીપ ઓફિશિયલ થઈ જતાં દરેક લોકો હવે તેમની લવ લાઈફ વિશે ચર્ચા કરી રહ્યા છે. સુષ્મિતા સેન અને લલિત મોદી બંનેની લવ લાઈફ ખુબ જ ઈન્ટ્રસ્ટિંગ રહી છે. સુષ્મિતા લલિત મોદીથી 10 વર્ષ નાની છે. આ પહેલાં લલિત મોદીનું દિલ પોતાનાથી નાની ઉંમરની મહિલા પર આવ્યું હતું. 

આજે અમે તમને લલિત મોદીની લવ લાઈફ અને તેમના પહેલાં લગ્ન વિશે જણાવીશું. લલિતે પોતાનાથી 9 વર્ષ મોટી મહિલા મીનલ સાથે લગ્ન કર્યા હતા. મીનલ લલિતની માતાની મિત્ર હતી. ત્યારે મીનલના લગ્ન તોડાવીને લલિતે તેની સાથે લગ્ન કરી લીધા હતા. 

જાણકારી મુજબ, લલિત જ્યારે વિદેશમાં ભણવા ગયા હતા ત્યારે તેમની વાતચીક માતાની મિત્ર સાથે થઈ હતી. ત્યારે તેઓ મીનલને એકતરફી પ્રેમ કરવા લાગ્યા હતા. વારંવાર તે બંને વચ્ચે મુલાકાતો થતી રહેતી હતી.

શરૂઆતમાં તેમને પોતાની ફિંલિંગને વ્યક્ત ન કરી. પણ જ્યારે મીનલના લગ્ન નક્કી થયા બે બાદ લલિત મોદીએ પોતાની ફિલિંગ વિશે તેને જણાવ્યું. જાણકારી મુજબ, લગ્ન પહેલાં લલિતે પ્રપોઝ કર્યા બાદ મીનલે લલિત સાથે વાત કરવાનું બંધ કરી દીધી.

તેમને નાઈઝિરિયાઈ મૂળના વેપારી જેક સાગરાની સાથે લગ્ન કરી લીધા. સંબંધમાં કડવાશ આવતા બંને એકબીજાથી અલગ થઈ ગયા હતા. તલાક પછી પણ લલિત મોદીએ મીનલનો પીછો ન છોડ્યો. પછી ધીરે ધીરે બંને નજીક આવતા ગયા અને વર્ષ 1991માં પરિવારની સહમતીથી લગ્ન કરી લીધા. વર્ષ 2018માં મીનલનું મૃત્યુ થઈ ગયું. 

લલિત મોદી અને સુષ્મિતા સેનની વાત કરીએ તો બંનેની મિત્રતા ખુબ જ જૂની છે. સુષ્મિતા લલિત મોદીની સાથે સાથે તેમની પત્ની મીનલની પણ સારી મિત્ર રહી ચૂકી છે. પત્નીના મૃત્યુ બાદ એકલા પડેલા લલિત મોદીને સુષ્મિતા સેને ઈમોશનલી સપોર્ટ કર્યો અને બંને એકબીજાની નજીક આવી ગયા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link