ખેડામાં માતમ છવાયો : આયુર્વેદિક સિરપનો નશો ભારે પડ્યો, 5 યુવકોએ જીવ ગુમાવ્યો

Thu, 30 Nov 2023-1:11 pm,

ખેડાના નડિયાદના બગડુ અને બિલોદરા ગામે થયેલા 5 શંકાસ્પદ મૃત્યુના કેસમાં મોટો ખુલાસો,,, બે મૃત્યુ બગડુ ગામમાં થયા. જે સગા સાળા-બનેવી હતા. સાળો મિતેષ વડદલાનો હતો અને બનેવી અશ્વિનભાઈને ત્યાં બગડુ ગામમાં પ્રસંગમાં આવ્યો હતો,,,  જ્યાં બન્નેને વારાફરતી છાતીમાં દુખાવો થતા બન્નેના મૃત્યુ થયા,,,

બિલોદરા ગામમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જેમાં નટુભાઈ સોઢા, અરજણભાઈ સોઢા અને અશોકભાઈ સોઢાના મૃત્યુ થયા,,, અશોકભાઈ અને અરજણભાઈનું મૃત્યુ થયું અને અંતિમવિધિ થઈ ગઈ ત્યાં સુધી પોલીસને માહિતી નહોતી. નટુભાઈ સારવાર ચાલતી હતી ત્યાં ડૉક્ટર અને પરિવારજનોની પૂછપરછ કરી હતી,,, આ વચ્ચે નટુભાઈ સોઢાએ પણ જીવ ગુમાવ્યો,,,  

બિલોદરામાં 3 લોકોના શંકાસ્પદ મૃત્યુ મામલે જાણવાજોગ ફરિયાદ નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો. બિલોદરા ગામના ત્રણેય મૃતકોએ આસવ નામનું સ્થાનિક દુકાનમાં વેચાતું પીણું પીધું હોવાની માહિતી મળી. જેની તપાસ કરતા બિલોદરાના કિશોરભાઈ આયુર્વેદિક સીરપ વેચતા હોવાનો ખુલાસો થયો.   

શંકાસ્પદ મૃત્યુ મામલે કિશોરને સીરપ નડિયાદનો એક વ્યક્તિ આપતો હતો,,,, જે અમદાવાદના એક વ્યક્તિ પાસેથી સીરપ લેતો હોવાની શંકા છે,,,  નટુભાઈ અને શંકરભાઈના બ્લડ સેમ્પલની તપાસ કરાવવામાં આવતા ખુલાસો થયો છે કે, તેમાંથી મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યો છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે

ખેડામાં આસવ સીરપ પીવાથી મૃત્યુ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સનો પત્ર થયો વાયરલ,,, માત્ર ઉત્પાદન માટે જ પરવાનો લેવાની જરૂરિયાત હોવાનો ઉલ્લેખ,,, સીરપનો ઉપયોગ તબીબોની સલાહ બાદ જ કરવાનો હોય છે,,, પોલીસ નશાયુક્ત સીરપ હેઠળ કાર્યવાહી કરશે,

ખેડાના નડિયાદમાં સીરપ અમદાવાદથી મંગાવવામાં આવી હોવાની માહિતી મળી,,,અમદાવાદના દાણીલીમડામાંથી નશાયુક્ત કફ સીરપ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું,,, ધ્રુવનગરમાં ક્રાઈમ બ્રાંચે દરોડા પાડી મુજાહિદ ઉર્ફે મોઈન પઠાણ નામના યુવાનની ધરપકડ કરી

ખેડાના નડિયાદના બગડુ અને બિલોદરા ગામે થયેલા પાંચ શંકાસ્પદ મૃત્યુના કેસમાં મોટો ખુલાસો થયો છે. બે મૃત્યુ બગડુ ગામમાં થયા. જે સગા સાળા-બનેવી હતી. સાળો મિતેષ ચૌહાણ વડદલાનો હતો અને બનેવી અશ્વિનભાઈને ત્યાં બગડુ ગામમાં પ્રસંગમાં આવ્યો હતો. જ્યાં બંનેના વારાફરતી છાતીમાં દુખાવો થતા મૃત્યુ થયા. જ્યારે બિલોદરા ગામમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે. જેમાં નટુભાઈ સોઢા અને અરજણભાઈ સોઢા અને અશોકભાઈ સોઢાના મૃત્યુ થયા છે. અશોકભાઈ અને અરજણભાઈનું મૃત્યુ થયું અને અંતિમવિધિ થઈ ગઈ ત્યાં સુધી પોલીસને માહિતી નહોતી. બાદમાં પોલીસને શંકા ગઈ અને નટુભાઈ સોઢાની જ્યાં સારવાર ચાલતી હતી ત્યાં ડૉક્ટર અને પરિવારજનોની પૂછપરછ કરી. આ ઘટનાક્રમ વચ્ચે નટુભાઈ સોઢાએ પણ જીવ ગુમાવ્યો જે મામલે પોલીસે જાણવાજોગ દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યા.

બિલોદરા ગામના ત્રણેય મૃતકોએ આસવ નામનું સ્થાનિક દુકાનમાં વેચાતું પીણું પીધું હોવાની માહિતી મળી. જેની તપાસ કરતા બિલોદરાના નારણ ઉર્ફે કિશોરભાઈ સોઢા આયુર્વેદિક સીરપ વેચતા હોવાનો ખુલાસો થયો. કિશોરને આ સીરપ નડિયાદના વ્યક્તિ આપતા હતા. જે અમદાવાદના એક વ્યક્તિ પાસેથી લેતો હોવાની શંકા છે. અને કિશોરના પિતા શંકરભાઈને પણ સીરપની અસર થઈ હતી. જેમની અમદાવાદમાં સારવાર ચાલી રહી છે. ગામના જ બળદેવભાઈને પણ સીરપની અસર થઈ હતી. આ કેસમાં નટુભાઈ અને શંકરભાઈના બ્લડ સેમ્પલની તપાસ કરાવવામાં આવતા ખુલાસો થયો છે કે, તેમાંથી મિથાઈલ આલ્કોહોલ મળી આવ્યો છે. પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ પણ નડિયાદ પહોંચી છે અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સની કામગીરી ઉપર સવાલ ઉભા થયા. ફૂડ એન્ડ ડ્રગ્સનો લેખિતમાં પત્ર વાયરલ થયો. સીરપના વેચાણ માટે કોઈ પરવાનો લેવાની જરૂર ન હોવાનો ઉલ્લેખ કરાયો છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના પત્રમાં ઉલ્લેખ છે કે, માત્ર ઉત્પાદન માટે જ પરવાનો લેવાની જરૂરિયાત હોય છે. સીરપનો ઉપયોગ તબીબોની સલાહ બાદ જ કરવાનો પત્રમાં ઉલ્લેખ છે. પોલીસ નશાયુક્ત સીરપ હેઠળ કાર્યવાહી કરશે. નીતિવિષયક નિર્ણય હોવાના કારણે લોકો બેફામ સેવન કરી રહ્યાં છે. સવાલ એ છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કેમ કાર્યવાહી કરતુ નથી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link