જે સચિન, સહેવાગ અને રોહિત ના કરી શક્યા એ રેકોર્ડ કોહલીએ કર્યો, વર્લ્ડકપમાં વિરાટે રચ્યો ઈતિહાસ

Sun, 23 Jun 2024-2:06 pm,

ટીમ ઈન્ડિયાએ પ્રથમ સુપર-8 મેચમાં અફઘાનિસ્તાનને હરાવ્યું હતું અને ત્યારબાદ બાંગ્લાદેશને 50 રને હરાવીને સેમિફાઈનલના દરવાજા ખોલ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી મેચમાં મળેલી હારની પણ ટીમ ઈન્ડિયા ટોપ-4માં પહોંચવા પર ખાસ અસર થવાની નથી. ભારતના 4 પોઈન્ટ છે અને તે ગ્રુપ-1માં ટોપ પર છે.

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆમાં બાંગ્લાદેશ સામેની મેચમાં વિરાટ કોહલી શાનદાર દેખાવમાં જોવા મળ્યો હતો. 28 બોલનો સામનો કરીને તેણે 37 રનની ઇનિંગ રમી જેમાં 3 સિક્સ અને 1 ફોર સામેલ હતી. જો કે તે એક શાનદાર બોલ પર તનઝીમ હસન સાકિબના હાથે બોલ્ડ થયો હતો. માત્ર 37 રનમાં વિરાટે ઘણા મોટા રેકોર્ડ પોતાના નામે કર્યા.

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં 1200 રન પૂરા કર્યા છે અને તે આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ છે. તમને જણાવી દઈએ કે વિરાટ એવો બેટ્સમેન છે જેણે આ ફોર્મેટના વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેના નામે 1207 રન છે. બીજા સ્થાને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છે, જેણે 1062 રન બનાવ્યા છે.

વિરાટ કોહલીએ વર્લ્ડ કપ (ODI + T20I) ઈતિહાસમાં 3000 રન પણ પૂરા કર્યા છે. આ સીમાચિહ્ન સુધી પહોંચનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. કોહલીના નામે વર્લ્ડ કપમાં હવે 3002 રન છે. વર્લ્ડ કપમાં સૌથી વધુ રનની વાત કરીએ તો કોહલી પછી રોહિત શર્માનો નંબર આવે છે, જેના નામે 2637 રન છે.

વિરાટ કોહલીએ વધુ એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે અને ICC લિમિટેડ ઓવરની ટૂર્નામેન્ટમાં 3500 રન પૂરા કર્યા છે. આ કારનામું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન પણ છે. કોહલીની નજર હવે ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઈન્ડિયાની છેલ્લી સુપર-8 મેચમાં મોટી ઈનિંગ રમવા પર રહેશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link