મોટી-મોટી બિલ્ડીંગો કડકભૂસ...પૂલ, બગીચા અને સ્વિમિંગ પૂલ ડોલ્યા, તાઇવાનથી સામે આવ્યા દિલધડક Photos

Wed, 03 Apr 2024-2:06 pm,

તાઈવાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જે બાદ તાઈવાન, દક્ષિણ જાપાન અને ફિલિપાઈન્સમાં સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. યુએસ જિયોલોજિકલ સર્વે દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે બુધવારે કહ્યું કે તાઈવાનમાં આવેલા ભૂકંપને કારણે સુનામીનો ખતરો હવે ટળી ગયો છે. તાઈપેઈના અધિકારીઓએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 50 લોકો ઘાયલ થયા છે.

તાઈવાનના સમય મુજબ સવારે 10:03 વાગ્યે, ભૂકંપના લગભગ બે કલાક પછી પેસિફિક સુનામી ચેતવણી કેન્દ્રએ જણાવ્યું હતું કે સુનામીનો ખતરો હવે મોટાભાગે પસાર થઈ ગયો છે, પરંતુ દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોએ સતર્ક રહેવું જોઈએ.

ત્યારબાદ બીજી ચેતવણી આવી કે તાઈવાનમાં સવારે લગભગ 10:14 વાગ્યે આવેલા ભૂકંપના કારણે સુનામી ધીમે-ધીમે તાઈવાનના કિનારે પહોંચી ગઈ છે. અધિકારીઓએ ઈમરજન્સી મેસેજ જાહેર કરીને લોકોને એલર્ટ કર્યા હતા.

અધિકારીઓનું કહેવું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. મોજામાં અચાનક ઉછાળાને કારણે થતા જોખમો પર પણ ધ્યાન આપો.

ભૂકંપના કેન્દ્રની નજીક આવેલા હુઆલીન જિલ્લામાં ફાયર અધિકારીએ જણાવ્યું હતું કે બે ઈમારતો ધરાશાયી થઈ હતી અને કેટલાક લોકો ફસાયા હતા. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે 26 ઈમારતો નમી જવાના કે પડી જવાના અહેવાલ છે. તાઈવાન ટાપુ ભૂકંપ માટે સંવેદનશીલ છે અને ત્યાં રહેતા લોકો વારંવાર આફ્ટરશોક્સથી ટેવાયેલા છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link