TATA Share Crash: ટાટાનો આ શેર થયો ક્રેશ, નબળા પરિણામો બાદ શરેમાં જોરદાર ઘટાડો, જાણો
TATA Share Crash: શુક્રવારે અને 10 જાન્યુઆરીના રોજ બજાર ખુલતાની સાથે જ ટાટા ગ્રુપની કંપની ટાટાનો આ શેર તૂટી ગયા હતા. બીએસઈ પર ટાટા આ શેર 7 ટકાથી વધુ ઘટીને રૂ. 5,924 પર આવી ગયા. કંપનીના શેર 52 અઠવાડિયાના નવા નીચલા સ્તરે પહોંચી ગયા છે.
ટાટા એલેક્સીના શેરમાં આ તીવ્ર ઘટાડો નબળા ત્રિમાસિક પરિણામો પછી આવ્યો છે. કંપનીના પરિણામો બજારની અપેક્ષાઓ મુજબ રહ્યા નથી. બજાર વિશ્લેષકોએ કંપનીના શેરના ભાવ લક્ષ્યાંકમાં પણ ઘટાડો કર્યો છે.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ટાટા એલેક્સી(Tata Elxsi) પર નબળા પ્રદર્શનનું રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ હાઉસે કંપનીના શેરનો લક્ષ્યાંક ભાવ ઘટાડીને રૂ. 6000 કર્યો છે. મોર્ગન સ્ટેનલીએ અગાઉ ટાટા એલેક્સીના શેર માટે રૂ. 6,500નો ભાવ લક્ષ્યાંક આપ્યો હતો. બ્રોકરેજ હાઉસ જેપી મોર્ગને ટાટા એલેક્સીને અંડરવેઇટ રેટિંગ આપ્યું છે. જેપી મોર્ગને કંપનીના શેર માટે રૂ. 5400નો લક્ષ્યાંક આપ્યો છે. અગાઉ, બ્રોકરેજ હાઉસે કંપનીના શેર માટે રૂ. 5700નો ભાવ લક્ષ્યાંક આપ્યો હતો.
ડિસેમ્બર 2024 ક્વાર્ટરમાં ટાટા એલેક્સીનો ચોખ્ખો નફો રૂ. 199 કરોડ હતો. કંપનીના ચોખ્ખા નફામાં ત્રિમાસિક ધોરણે 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ટાટા એલેક્સીની આવક ત્રિમાસિક ધોરણે 1.7 ટકા ઘટીને રૂ. 939 કરોડ થઈ ગઈ. કંપનીના મીડિયા અને કોમ્યુનિકેશન યુનિટની આવકમાં વાર્ષિક ધોરણે 5.5 ટકાનો ઘટાડો થયો છે.
ટાટા ગ્રુપની કંપની ટાટા એલેક્સીના શેર છેલ્લા એક વર્ષમાં 30 ટકાથી વધુ ઘટ્યા છે. 10 જાન્યુઆરી, 2024 ના રોજ ટાટા એલેક્સીના શેર રૂ. 8759.50 પર હતા. 10 જાન્યુઆરી, ૨૦૨૫ ના રોજ કંપનીના શેર 5924 રૂપિયા પર પહોંચી ગયા. છેલ્લા એક મહિનામાં ટાટા એલેક્સીના શેરમાં 19 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીના શેરનું ૫૨ અઠવાડિયાનું ઉચ્ચ સ્તર 9082.90 રૂપિયા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)