Tax Saving Options: ટેક્સ બચાવો અને મેળવો હોમ લોન પર છૂટ, 31 તારીખ પહેલાં પતાવી દો 5 જરૂરી કામ

Sun, 03 Mar 2024-3:03 pm,

નાણાકીય વર્ષ 2023-24 માટે ટેક્સ સેવિંગ વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. 31મી સુધી તમને તમારી ઇનકમ અનુસાર ટેક્સ બચાવવા માટે તમારી આવક મુજબ યોગ્ય સ્કીમોમાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે. જો તમે આ તારીખ પછી રોકાણ કરો છો, તો તમે ટેક્સ છૂટનો લાભ મેળવી શકશો નહીં.

જો તમે હોમ લોન પર ડિસ્કાઉન્ટનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે 31 માર્ચ સુધીનો સમય છે. SBI દ્વારા હોમ લોન પર ડિસ્કાઉન્ટ માટે ખાસ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, તમારો CIBIL સ્કોર સારો હોવો જોઈએ.

રિઝર્વ બેંકે પેટીએમ પેમેન્ટ બેંક સેવાઓની ઘણી સુવિધાઓ માટે સમયમર્યાદા લંબાવી છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 29 ફેબ્રુઆરી, 2024 થી પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવી થાપણો અથવા ટોપ-અપ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલમાં આ સમયમર્યાદા 15 દિવસ વધારીને 15 માર્ચ 2024 કરવામાં આવી છે.

UIDAI દ્વારા ફ્રી અપડેટની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેનો તમે 14 માર્ચ 2024 સુધી લાભ લઈ શકો છો. આ તારીખ પછી તમારે આધાર કાર્ડ અપડેટ કરવા માટે ફી ચૂકવવી પડશે.

હવે તમે ફાસ્ટેગ કેવાઇસીને 31 માર્ચ સુધી પુરી કરી શકો છો. તેની ડેડલાઇનને વધારી દેવામાં આવી છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડીયાની માફકથી ડેડલાઇનને વધારી દીધા છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link