100 વર્ષ જૂની આ વેક્સીનથી મોટી આશાઓ, કોરોના અને ડાયાબિટીસની સારવાર બનશે શક્ય!
આ રિસર્ચનો મુખ્ય હેતુ તો તે જોવાનો હતો કે શું બીસીજીની બૂસ્ટર ડોઝ લગાવતાં એવા લોકોને ટીબીથી બચાવી શકાય છે કે જેના ઘરમાં ટીબીનો કોઇ દર્દી છે. પરંતુ રિસર્ચમાં એ પણ સામે આવ્યું કે આ વેક્સીન ડાયાબિટીસ સામે પણ સુરક્ષા આપી રહી છે. ભારતમાં કરવામાં આવી રહેલા આ રિસર્ચમાં તેના પણ રિસર્ચ કરવામાં આવશે, કે શું નવજાત બાળકોને ઇમ્યુનિટી આપનાર આ વેક્સીન ડાયાબિટીસની સાથે-સાથે કોરોના વાયરસથી પણ બચાવ કરી રહી છે. જો આમ થાય છે તો બીસીજી વેક્સીન ઘણી બિમારીઓની એક દવા સાબિત થઇ શકે છે.
હવે બીસીજી વેક્સીનની બૂસ્ટર ડોઝની તૈયારી થઇ રહી છે. ભારતમાં અત્યાર સુધી લોકો આ રસીને નવજાત બાળકોના ઇમ્યુનાઇજેશનની જરૂરી રસી તરીકે જાણિતી છે પરંતુ જલદી જ આ વેક્સીનનું મહત્વ અને ઓળખ બંને બદલાઇ શકે છે. રિસર્ચ પર મોહર લગાવ્યા બાદ જલદી જ લોકોને કોરોના બૂસ્ટર ડોઝ સાથે-સાથે હવે બીસીજીની પણ બૂસ્ટર ડોઝ આપવામાં આવી શકે છે.
આઇસીએમઆરની સંસ્થા નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ ઇન ટ્યૂબરકુલોસિસ એટલે NIRT એ રિસર્ચની તૈયારી કરી લીધી છે. આ રિસર્ચમાં ટીબીના દર્દીઓના સંપર્કમાં રહેનાર 6 થી 18 વર્ષના બાળકો અને કિશોરોનો સમાવેશ કરવામાં આવશે. તેમણે બીસીજી રસીના બૂસ્ટર ડોઝ આપવામાં આવશે અને તેના પરિણામોનું રિસર્ચ કરવામાં આવશે. રિસર્ચમાં આ અવલોકન કરવામાં આવશે કે બીસીજી વેક્સનનો બૂસ્ટર ડોઝ કોઇ બિમારીના સંપર્કમાં આવ્યા છતાં ટીબીથી બચાવી શકે છે.
નેશનલ ઇંસ્ટીટ્યૂટ ઓફ રિસર્ચ ઇન ટ્યૂબરકુલોસિસ (NIRT– Chennai) ની ડાયરેક્ટર ડો. પદ્મા-પ્રિયદર્શની સીના અનુસાર આ રિસર્ચ એવા 9 હજાર બાળકો પર કરવામાં આવશે જેમના ઘરમાં ટીબીના દર્દી છે. આ કિશોરો પર 2 વર્ષ સુધી નજર રાખવામાં આવશે. દેશના 8 શહેરોમાં આ રિસર્ચ કરવામાં આવશે અને સ્ટડી આ વર્ષે ઓગસ્ટમાં શરૂ થવાની આશા છે. બીસીજીની રસી બાળકોના જન્મ સમયથી લઇને એક વર્ષનું થાય ત્યાં સુધી લગાવવામાં આવે છે. ભારતમાં વેક્સીન રાષ્ટ્રીય રસીકરણનો ભાગ છે. NIRT ના રિસર્ચર ડો શ્રી રામના અનુસાર આ વેક્સીન ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે અને ફેફસાં સાથે જોડાયેલી બિમારીઓ ખાસકરીને ટીબીથી સુરક્ષા આપવામાં અસરકારક માનવામાં આવે છે. હવે તેના ડાયાબિટીસ અને કોવિડમાં પણ ફાયદા સામે આવ્યા છે.
બીસીજી વેક્સીન 1920 માં શોધ કરવામાં આવી હતી. હોવર્ડ મેડિકલ કોલેજમાં આ વેક્સીન પર ચાલી રહેલી શોધ દરમિયાન રિસર્ચર્સને સમયાંતરે આ વાતના સંકેત મળ્યા કે આ વેક્સીન ઘણી બીજી બિમારીઓ હોવાના ખતરાને ઓછો કરે છે. ભલે તે મલ્ટીપલ સ્ક્લેરોસિસ જેવી ઓતો-ઇમ્યુન ડિસઓર્ડર હોય કે જન્મથી થનાર ટાઇપ વન ડાયાબિટીસ. ઇન્ડીયન જર્નલ ઓફ એપ્લાયડ રિસર્ચમાં ગત વર્ષે છપાયેલા રિસર્ચના અનુસાર બીસીજી વેક્સીન કોરોનાથી પણ બચાવી રહી છે. આ રિસર્ચમાં 2021 માં નોઇડાના સરકારી હોસ્પિટલમાં કરવામાં આવી હતી.
ભારત માટે પડકાર પણ છે કારણ કે દેશમાં ડાયાબિટીસના લગભગ 8 કરોડ દર્દી છે. તેમાંથી અઢી લાખ લોકો ટાઇપ વન ડાયાબિટીસ છે. એટલે કે જન્મથી જનાર ડાયાબિટીસ. ભારત ડાયાબિટીસના મામલે બીજા નંબર પર છે. સરકાર 2025 સુધી ટીબીને ખતમ કરવા માંગે છે. એવામાં જો આ રિસર્ચના સારા પરિણામ મળે છે તો ટીબી, ડાયાબિટીસ ને કોરોના ત્રણેના કેસમાં દેશને સફળતા મળી શકે છે.