Tea vs Coffee: ચા કે કોફી? સારા સ્વાસ્થ્ય માટે શું છે ફાયદાકારક, જાણો શું કહે છે નિષ્ણાંતો
સંશોધન મુજબ, ચામાં તેના કાચા સ્વરૂપમાં કોફી કરતાં વધુ કેફીન હોય છે, પરંતુ પાછળથી કોફીની તુલનામાં ચામાં કેફીન ઓછું થઈ જાય છે. દિવસભર કામ કરવા માટે શરીરને એનર્જીની જરૂર હોય છે અને આ માટે કેફીન જરૂરી છે.
જો કે, કેફીનનું વધુ પડતું સેવન શરીર માટે હાનિકારક હોઈ શકે છે. આવી સ્થિતિમાં, જો તમે કેફીનનું સેવન ઓછું કરવાનું વિચારી રહ્યા છો તો ચા તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. પરંતુ પ્રથમ તમારે તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
ચામાં મળતા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરને ડિટોક્સ કરે છે, આ કામમાં તે વધુ સારા માનવામાં આવે છે. જો આપણે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ચાની વાત કરીએ તો ગ્રીન ટી નંબર વન પર છે.
જો કે, કોઈપણ પ્રકારની ચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. કોફીમાં પણ થોડી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે પરંતુ તે ચા કરતાં ઘણી ઓછી હોય છે.
જો તમને ડાયાબિટીસ છે તો તમારે ચાને બદલે કોફી પીવી જોઈએ કારણ કે કોફી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકે છે જો કે, ચોક્કસથી ડોક્ટરની સલાહ લો, કોફીમાં જોવા મળતી વસ્તુઓ બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરી શકે છે. કોફી ઇન્સ્યુલિનનું સ્તર પણ જાળવી રાખે છે.
જ્યારે વજન ઘટાડવાની વાત આવે છે, ત્યારે કોફી જીતે છે કારણ કે જેઓ લાંબા સમયથી વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને જિમના ફ્રેક્સ છે, તેમના માટે દિવસની શરૂઆત એક્સપ્રેસો અથવા બ્લેક કોફીના કપ સાથે કરવી સારી હોઈ શકે છે.
દિવસની શરૂઆત કોફીથી કરવાથી મેટાબોલિઝમ સુધરે છે. વર્કઆઉટ દરમિયાન વધુ કેલરી બર્ન કરવાની ક્ષમતા વધે છે. જો તમે માત્ર ડાયટિંગ દ્વારા જ વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે બ્લેક ટીનું સેવન બંધ કરવાનું વિચારવું જોઈએ પરંતુ આ વિશે ડૉક્ટરની સલાહ પણ લેવી જોઈએ.
હવે પ્રશ્ન એ થાય છે કે દિવસની કેટલી ચા કે કોફી પીવી જોઈએ, તો તેનો કોઈ ચોક્કસ જવાબ નથી. જો કે કોફીમાં ચાની સરખામણીએ કેફિનની માત્રા વધુ પ્રમાણમાં હોવાના કારણે વધારે કોફી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
Disclaimer: અહીં આપેલી જાણકારી ઘરેલુ નુસ્ખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.