ઉનાળામાં લાઈટ બિલની ચિંતામાંથી છુટકારો મેળવવો છે, તો અપનાવો આ 5 ટ્રીક!

Wed, 23 Mar 2022-3:49 pm,

જો તમે ગરમીમાં એસી અને કુલરનો પૂરેપૂરો લાભ લઈને વીજળી અને લાઈટ બિલ ઘટાડવા માંગતા હોય તો આ બેઝિક ટ્રીક અનુસરવી પડશે જી હાં કોઈ પણ ઈલેક્ટ્રિક વસ્તુનો ઉપયોગ કર્યા પછી ઉપકરણો બંધ કરવાનું ભુલશો નહીં..ઘણીવાર એવું બને છે કે ફોન ચાર્જ કર્યા પછી અથવા ટીવી જોયા પછી તમે પ્લગ ચાલુ રાખો છે...

ગરમીમાં AC 24 ડિગ્રી પર ચલાવો છો, તો વધુ વીજળી નહીં બળે.જેથી તમારું વીજળીનું બિલ ઓછું આવશે.. આ ઉપરાંત તમે ટાઈમરનો પણ ઉપયોગ કરી શકો છો. ACના સેટિંગમાં ફેરફાર કરીને તમે દર મહિને ચાર હજાર રૂપિયા બચાવી શકો છો.

કોઈ પણ ઈલેક્ટ્રિક વસ્તુ ખરીદતા પહેલા ચોક્કસપણે તેનું રેટિંગ તપાસો,  જે ઉચ્ચ રેટિંગ ધરાવે છે તે વીજળીની બચત કરે છે.

વધારો  ઉપકરણો ચલાવવા માટે એક્સ્ટેંશન બોર્ડનો ઉપયોગ પણ કરી શકો છો, જેથી તમે સ્વીચ બંધ કરીને એક સાથે ઘણાં ઉપકરણોમાંથી પાવર બચાવી શકો છો

વીજળી બચાવવા માટે તમે CFL ને બદલે LED બલ્બ અને લાઇટનો ઉપયોગ કરો. 100W નો સામાન્ય બલ્બ 10 કલાકમાં એક યુનિટ વીજળી વાપરે છે, 15W નો CFL 66.5 કલાકમાં એક યુનિટ વીજળી વાપરે છે અને જો આપણે LED બલ્બ વિશે વાત કરીએ તો, જ્યારે તે 111 કલાક બળે છે ત્યારે તેનો એક યુનિટ વીજળીનો વપરાશ થાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link