DUCK: આ ભારતીય ખેલાડીઓ સૌથી વધારે વખત 0 પર થયા છે Out! અમુક નામ જાણીને તો તમને પણ થશે અચરજ
ભારતના ઘાતક બોલરોમાંથી એક ઝહીર ખાન સૌથી વધુ વખત ઝીરો પર આઉટ થયા છે. તે 44 વખતે ઝીરો પર આઉટ થયા છે. ઝહીર ભારતની 2011 વિજેતા ટીમનો ભાગ રહી ચુક્યા છે. રિવર્સ સ્વિંગમાં તેમને મહારથ હાસેલ થઈ છે. હાલ ઝહીર ખાને ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધું છે.
ઈશાંત શર્મા અત્યારે પણ ભારતીય ટીમ માટે રમે છે. ઈશાંત પોતાના ફાસ્ટ બોલ માટે જાણીતા છે, તે 37 વખત ઝીરો પર આઉટ થયા છે. આ રેકોર્ડમાં તે બીજા નંબર પર છે.
ટીમ ઈન્ડિયાના સ્પિનર હરભજન સિંહ પોતાના સમયના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. દુનિયા તેમને ટર્બોનેટર નામથી જાણે છે. હરભજને પોતાના દુસરાથી દુનિયાભરના બેટર્સને નચાવ્યા છે. ત્યારે, હરભજન પણ 37 વખતે ડક પર આઉટ થઈ ચુક્યા છે.
ક્રિકેટ જગતના ભગવાન અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરે દુનિયાભરના બોલરોનો ધૂળ ચટાવી છે. તમામ મેદાનો પર તેમના બેટથી તેમણે સારું પ્રદર્શન આપ્યું છે. સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સેન્ચુરી ફટકારી છે. પણ સચિન 34 વખત ઝીરો પર આઉટ થઈ ચુક્યા છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગે 2 વખત ટેસ્ટ ક્રિકેટે 300 રન કર્યા હતા. ત્યારે, વન ડેમાં 1 વખત ડબલ સેન્ચુરી મારી છે. સહેવાગ હમેશા પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા છે. પણ સહેવાગ 31 વખત ઝીરો પર આઉટ થયા છે.