માત્ર 20 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદો આ Top 5G Smartphones, જુઓ ફોનના શાનદાર ફીચર્સ

Sun, 28 Aug 2022-10:22 am,

આ ફોનની શરૂઆતી કિંમત 19,000 રૂપિયા છે. આ ફોનમાં 6.6 ઈંચ FHD+ ડિસ્પ્લે અને Exynos 1280 Octa Core પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોનમાં 6GB-128GB અને 8GB-128GB વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ ફોનમાં 50MP ક્વોડ કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે. ઉપરાંત, ફોનમાં 6,000mAh બેટરી અને 25W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.

Realme 9 5G SE Android 11 પર આધારિત ફોન છે. જેમાં 6.6-ઈંચ FHD+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 778G પ્રોસેસર છે. ફોન 8 GB સુધીની LPDDR4X રેમ સાથે 5 GB સુધી એક્સપાન્ડેબલ રેમને સપોર્ટ છે. Realme 9 5G SEમાં 48MP ત્રિપલ રીયર કેમેરો છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળે છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી અને 18W ઝડપી ચાર્જિંગ માટે સપોર્ટ છે. આ ફોનની પણ શરૂઆતી કિંમત 19,999થી ચાલું થાય છે.

OnePlusનો Nord CE 2 Lite 5G કંપનીનો સૌથી ઓછી કિંમતનો 5G સ્માર્ટફોન છે. OnePlus Nord CE 2 Lite 5Gમાં 6.5-ઈંચની FHD+ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની LPDDR4X રેમ સાથે 128 GB સ્ટોરેજ છે. ફોનમાં 64 MP ત્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. ઉપરાંત, ફોનમાં 5000mAh બેટરી અને 33W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનની કિંમત 19,999થી ચાલું થાય છે.  

Moto G62 5G પણ 20 હજારથી ઓછામાં સારો વિકલ્પ છે. આ ફોનમાં 6.5 ઈંચની FHD+ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની રેમ સાથે 128 GB સુધીની સ્ટોરેજ છે. ફોનમાં 50MP ટ્રિપલ કેમેરા સેટઅપ ઉપલબ્ધ છે. જ્યારે સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે. ઉપરાંત, ફોનમાં 5,000mAh બેટરી અને 20W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ છે.  

આ ફોનની શરૂઆતી કિંમત 20,000 રૂપિયા છે. આ ફોનમાં 6.67 ઈંચની FHD+ એમોલેડ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 695 પ્રોસેસર છે. ફોનમાં 8 GB સુધીની રેમ સાથે 256 GB સુધીની સ્ટોરેજ ઉપલબ્ધ છે. ફોનમાં 108MP ત્રિપલ રિયર કેમેરા છે. જ્યારે ફ્રન્ટમાં 16-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો ઉપલબ્ધ છે. ફોનમાં 5000mAh બેટરી અને 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link