બનાસકાંઠાને અડીને આવેલું આ હિલ સ્ટેશન બરફથી થીજી ગયું! ઠંડીની અસલી મજા માણવી હોય તો વીકેન્ડમાં કરો સેટિંગ

Thu, 12 Dec 2024-10:41 am,

સહેલાણીઓ અને સ્થાનિકો ગુલાબી ઠંડીનો અનેરો આનંદ માણતાં ઠૂઠવાઈ પણ રહ્યા છે. કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓ ખુલ્લામાં નીકળી વાતાવરણની મજા માણી હતી.

રાજસ્થાનમાં શીત લહેરે લોકોને ધ્રુજાવ્યા છે. માઉન્ટ આબુમાં બરફની ચાદર પથરાઈ છે. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. 

લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લીધો છે. બે દિવસથી સતત શીત લહેરનાં કારણે દિવસભર ગરમ વસ્ત્રોમાં વીંટળાયેલા લોકો જોવા મળ્યા હતા.

હાલ માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન માઈનસમાં હોવાનું અનુમાન છે. તેમજ માઉન્ટ આબુમાં ખુલ્લામાં પાર્ક કરેલા વાહનો પર બરફ જામ્યો છે. 

લોકો ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો અને તાપણાનો આશરો લીધો છે. માઉન્ટ આબુમાં ઠંડીની મજા માણવા માટે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે.

હવામાન વિભાગની આગાહીની અસર માઉન્ટ આબુમાં જોવા મળી છે. આજે શહેરનું તાપમાન માઈનસમાં રહેવાની સંભાવના છે. 

આજે શહેરનું લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રીએ પહોંચી ગયું છે. મંગળવારે ગુજરાત-રાજસ્થાનની બોર્ડરના હિલ સ્ટેશન પર ઠંડીનો પારો 1.4 ડિગ્રી નોંધાયો હતો. 

બીજી બાજુ માઉન્ટ આબુમાં પારો 1.4 ડિગ્રી પહોંચતા સીઝનનો પ્રથમ બરફ જામ્યો હતો. મંગળવારે સવારે ગૌમુખ રોડ પર સ્થિત ઘરના બાગીચાના પાંદડા પર જામેલી ઝાકળ બરફમાં ફેરવાઇ ગઇ હતી. 

માઉન્ટ આબુનું તાપમાન ફ્રીઝિંગ પોઈન્ટથી નીચે આવી ગયું છે. ઝાકળના ટીપા બરફમાં ફેરવાઈ ગયા છે. ઝાકળના ટીપાં કારની છત અને મેદાની પ્રદેશોમાં થીજી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, નલિયા ઉપરાંત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાતા જનજીવન પર અસર જોવા મળી રહી છે. જો કે બુધવારથી ન્યૂનતમ પારો બેથી ત્રણ ડિગ્રી ઉંચે ચડવાની સાથે ઠંડીમાં રાહત થવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link