હીરા ઉદ્યોગની મંદી ગુજરાતની અર્થવ્યવસ્થાને ખોરવી નાંખશે! મોટાભાગના કારખાનાઓમાં હજુ તાળા! જાણો શું છે સ્થિતિ?
સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પાયે ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા અનેક કારીગરો જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: હીરાની ચમક ક્યારેય ઓછી થતી નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગને મંદીનો ગ્રહણ લાગ્યું છે રશિયા અને યુક્રેનના યુદ્ધથી હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે. હીરા ઉધોગ મંદીના ભરડામાં સપડાયો છે. એક સમયે હીરાઉદ્યોગમાં મંદી આવતા કારખાનેદારો અને કારીગરો પણ મુંઝવણમાં મુકાયા છે. દિવાળી પછી હજુ સુધી અમદાવાદમાં હીરાના કારખાના ખુલ્યા નથી. જી હા.. કારખાનેદારો અને કારીગરો બેકારીના ખપ્પરમાં હોમાયા છે અને હજુ એક મહિનો કારખાના બંધ રહે તેવી આશા સેવાઈ રહી છે. મંદીને કારણે હીરાના કારખાના માલિકાએ દિવાળી વેકેશન લંબાવી દીધુ છે અને કારખાના બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
રત્નકલાકારો અને હીરાના વેપારીઓ પણ મંદીના કારણે ચિંતા
સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ મોટા પાયે ચાલી રહ્યા છે. હીરા ઉદ્યોગમાં રોજી રોટી મેળવવા અનેક કારીગરો જોડાયેલ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદીનું ગ્રહણ લાગી ગયું છે. દિવાળીના સમય પછી અમુક કારખાનાઓ બંધ થઈ ગયા છે. તો પહેલા હીરાના કારીગરો મહિને 20 હજારથી લઈ 25 હજાર સુધીનું કામ કરતા ત્યારે હાલ હીરામાં મંદી આવતા માંડ રૂપિયા 5 હજારથી લઈ 8 હજારનું કામ રત્નકલાકારો કરી રહ્યા છે. રત્નકલાકારો અને હીરાના વેપારીઓ પણ મંદીના કારણે ચિંતા કરતા જોવા મળી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે આવી મંદી ક્યારેય જોવા મળી નથી. આવીજ મંદી ચાલશે તો કોઈ બીજો વ્યવસાય કરવાની ફરજ પડશે.
આ વર્ષે દિવાળીના સમય પછી હીરા ઉદ્યોગમાં ભારે મંદી
રત્નકલાકારો અને વેપારી જેવી સ્થિતિ હીરાના કારખાનેદારોની છે. ઘણા સમયથી હીરા ઉદ્યોગ મંદીના માર સામે ઝઝુમી રહ્યો છે. આ વર્ષે દિવાળીના સમય પછી હીરા ઉદ્યોગમાં ભારે મંદી જોવા મળી રહી છે. હીરાનો રફ માલ મળતો નથી, ઉપરથીજ હીરાની આવક ઓછી થવા લાગી છે. પૂરતા પ્રમાણમાં હીરા આવતા નથી, ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલી રહ્યું છે તેની મોટી અસર હીરા ઉદ્યોગ ઉપર જોવા મળી રહી છે. કાચા હીરાનો માલ દિવસેને દિવસે મોંઘો થઈ રહ્યો છે. જ્યારે તૈયાર થયેલા હીરાનો માલ ખરીદનારાં ઓછા થયા છે. આ સ્થિતિને લીધે હીરા ઉદ્યોગ મંદીના વમળમાં સપડાયો છે અને રત્ન કલાકારો માટે રોજગારીની સમસ્યા વધુ વકરી છે.
અન્ય રાજ્યના રત્ન કલાકારોએ દિવાળી બાદ ગુજરાત જવાનું ટાળ્યુ!
બીજી બાજુ અન્ય રાજ્યના કેટલાંય રત્ન કલાકારોએ તો દિવાળી બાદ ગુજરાત જવાનું ટાળ્યુ છે. મંદીને કારણે હીરાના કારખાનેદારો દિવાળી વેકેશન લંબાવી રહ્યાં છે. માહિતી એવી પણ છે કે 15 દિવસથી માંડીને એક મહિના સુધી હજુ કારખાના બંધ રાખવા નિર્ણય કર્યો છે. ઝડપથી હીરા ઉદ્યોગમાં મંદીનો ગ્રહણ જતું રહે અને ફરી પાછી હીરા ઉદ્યોગમાં તેજી આવે તેવી આશા રત્ન કલાકારો અને કારખાનાના માલિકો રાખી રહ્યા છે.
રત્ન કલાકારોનું જીવવું અને પરિવારનુ નિર્વાહ કરવું અઘરુ
દિવાળી બાદ સુરત, સૌરાષ્ટ્ર જ નહીં અમદાવાદમાં પણ હીરાના કારખાના ખુલ્યા નથી. અમુક જગ્યાએ તો રત્ન કલાકારોને છુટા કરી દેવાયા છે. ત્યારે કલાકારોએ હૈયાવરાળ ઠાલવતા જણાવ્યું છે કે અમને કોઇ બેકારી ભથ્થુ અપાતુ નથી. રોજગારી ન હોવાથી રત્ન કલાકારોનું જીવવું અને પરિવારનુ નિર્વાહ કરવું અઘરુ બની ગયું છે. આ સિવાય બાળકો શિક્ષણથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાય છે. અમુક રત્ન કલાકારોએ પાનના ગલ્લાથી માંડીને ચાની કીટલી ઉપર છૂટક મજૂરી કરવાનું શરૂ કર્યું હોવાની માહિતી મળી છે.
સરકાર સમક્ષ ખાસ પેકેજ જાહેર કરવા માંગ
બીજી બાજુ ગુજરાતમાં છેલ્લાં કેટલાક મહિનામાં અનેક રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે. હીરા ઉદ્યોગને રક્ષણ મળી રહે તે માટે સરકાર સમક્ષ ખાસ પેકેજ જાહેર કરવા પણ માંગણી કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે